બજાર » સમાચાર » બજાર

આતંકનો અંત હવે નક્કી

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 17:00  |  સ્ત્રોત : CNBC-Bajar

આતંકનો અંત હવે નક્કી જ છે. આકાશ અને જમીન પર હવે દુશ્મનોની ખેર નહીં. પ્રતિ કલાક 1400 કિલોમીટરની સ્પીડ ધરાવતું રાફેલ હવે ભારતને મળ્યું છે. રક્ષામંત્રી રાજનાથસિંહે ફ્રાંસમાં પહેલા પ્લેનની ડિલીવરી લીધી. દશેરાના દિવસે જ આ વિમાનની પૂજા કરી..


આતંકના રાવણનો અંત થશે. દશેરાના દિવસે રાફેલ વિમાન મળ્યું, ભારતીય વાયુ સેનાની તાકાતમાં થશે વધારો. ઓમ રાફેલાય નમ:.


આ છે આતંકનો દુષ્મન રાફેલ. હવે આકાશમાં ભારતની શક્તિ બેગણી થઈ જશે. કેમ કે ભારતીય વાયુ સેના પાસે આવી રહ્યું છે રાફેલ. ભારતને પહેલુ ફાઈટર જેટ રાફેલ મળ્યું છે. ફ્રાંસથી ભારતને પહેલું રાફેલ જેટ વિમાન મળ્યું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે દેશનું પ્રથમ રાફેલ જેટ મેળ્યું.


ફ્રાન્સ પહોંચેલા રાજનાથ સિંહે કહ્યું કે મને ખુશી થઈ રહી છે કે રાફેલ એરક્રાફ્ટ સમયસર ભારત આવી રહ્યું છે. વિશ્વાસ છે કે તેનાથી વાયુસેનાની તાકાત વધશે. ભારત અને ફ્રાન્સની રણનીતિમાં એક મિલનો પથ્થર ઉભો થયો છે. તેમણે કહ્યું વિજયાદશમીના દિવસે જ બુરાઈ પર જીતની ઉજવણી થાય છે. અને વાયુસેનાનો 87મો દિવસ પણ છે.


રક્ષામંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમૈનુઅલ મેક્રો સાથે પણ મુલાકાત કરી. રાજનાથ સિંહ ફ્રાન્સના પોર્ટ શહેર બોર્ડોક્સમાં પ્રથમ રાફેલ જેટ મેળવ્યું હતું. ત્યાં જ તે શસ્ત્ર પૂજા કરી હતી. ભારતીય પરંપરા પ્રમાણે રાજનાથસિંહે રાફેલને ચાંદલા કરીને પૂજા કરી હતી. કાર્યક્રમમાં રાફેલ જેટ નિર્માતા દસૉ એવિએશનના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા.


આ પહેલું પ્લેન હાલ મળ્યું છે. જે બાદ ચાર પ્લેનો આવતા વર્ષે મે મહિનામાં ભારત આવશે.


લડાકુ વિમાન રાફેલ વાયુ સેનામાં સામેલ થતાં જ વાયુ સેનાની તાકાતમાં વધારો થશે. એક નજર રાફેલની ખાસિયત પર પણ કરી લઈએ રાફેલ છે પરમાણુ મિસાઇલ વહન કરવમાં સક્ષમ. વિશ્વના સૌથી સુવિધાજનક હથિયારોનો ઉપયોગ કરવાની ક્ષમતા. બે મિસાઇલથી સજ્જ છે રાફેલ.


એકની રેંજ 150 કિલોમીટર અને બીજી મિસાઇલની રેંજ છે 300 કિ.મી. ભારતીય વાયુસેનાના વિમાન મિરાજ-2000નું અદ્યતન વર્ઝન છે રાફેલ. રાફેલની સ્પીડ છે 2000 કિ.મી પ્રતિ કલાક. રાફેલની ઊંચાઈ 5.30 મીટર, લંબાઈ 15.30 મીટર. રાફેલ હવામાં ઊડતું હોય તે દરમિયાન પણ તેમાં ઇંધણ ભરી શકાય છે. રાફેલ વિમાનોનો અફઘાનિસ્તાન, લીબિયા યુદ્ધમાં ઉપયોગ થયો છે.


9 ઑક્ટોબરે રક્ષા મંત્રી ફ્રાન્સની રક્ષા કંપનીઓના મુખ્ય કાર્યપાલક અધિકારીઓને પણ સંબોધિત કરશે. શક્યતા છે કે તેઓ તેમને ભારતમાં રક્ષા ક્ષેત્રમાં મેક ઇન ઈન્ડિયા પહેલમાં ભાગ લેવાની અપીલ કરશે. છેલ્લા થોડાક વર્ષોમાં ભારત અને ફ્રાન્સની વચ્ચે રક્ષા અને સુરક્ષા સંબંધોમાં વધુ સુમેળ સધાયો છે.