બજાર » સમાચાર » બજાર

ઠંડીના પ્રમાણમાં વધારો થશે

ના રોજ પ્રકાશિત Sat, 14, 2019 પર 16:01  |  સ્ત્રોત : CNBC-Bajar

જો તમે શિયાળાના ગરમ કપડા ન લીધા હોય તો લઇ લેજો હવે ઠંડીનો ચમકારો વધશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે ઠંડી જોર પકડશે.


શિયાળા માટે થઇ જાવ તૈયાર. કારણ કે ઉતર -ઉતરપૂર્વના પવન ફુકાશે.અને ઠંડીનુ પ્રમાણ વધશે.હવામાન વિભાગનુ અનુમાન છે કે આવતીકાલથી લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોધાશે. લઘુતમ તાપમાન ઘટતા ની સાથે ગુજરાતમાં શિયાળાની ઠંડીનો અહેસાસ થશે.જોકે ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બર મહિનામા સામાન્ય કરતા તાપમાન વધુ છે. એટલે અત્યારે જે લઘુતમ તાપમાન હોવુ જોઈએ તેના કરતા 3 થી 4 ડિગ્રી વધારે છે. જેના કારણે ઠંડીનો અહેસાસ થતો નથી. પરંતુ આવતીકાલથી ઠંડીના પ્રમાણમાં વધારો થશે.


રાજ્યમાં વરસાદી સિસ્ટમ નબળી પડી ગઈ છે. જેના કારણે વરસાદની કોઈ આગાહી નથી. પરંતુ હવામાન વિભાગે ઠંડી વધવાની આગાહી કરી છે. જોકે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા છે. અને નલિયાનુ લઘુતમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયુ છે. પરંતુ પવનની દિશા બદલાતા એકા એક લઘુતમ તાપમાન ઘટશે. અને સુકા અને ઠંડા પવનો ફુકાવવાના શરુ થશે.