બજાર » સમાચાર » બજાર

અમદાવાદની ક્રાઈમબ્રાન્ચની ટીમ પર હુમલો

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 17:22  |  સ્ત્રોત : CNBC-Bajar

મહેસાણામાં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની ટીમ પર કરાયો હુમલો. જે. એન. ચાવડાની આગેવાનીમાં ટીમ કાર ચોરોને પકડવા મહેસાણા પહોંચી હતી. પણ આ ઘટનામાં કાર ચોરોએ પોલીસકર્મીઓ પર કરી દીધો હુમલો. ફિલ્મી ઢબે થયેલા આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા અને એક આરોપીને વાગી ગોળી. મોડી રાતના ઓપરેશનમાં સામ-સામે ફાયરિંગ થયું અને ત્યાર બાદ મામલો વધારે બિચક્યો.