બજાર » સમાચાર » બજાર

ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ બની સરકાર માટે ભારણ

ના રોજ પ્રકાશિત Thu, 27, 2020 પર 14:01  |  સ્ત્રોત : CNBC-Bajar

ઘરોમાં પડેલા સોનાને બહાર કાઢવા માટે સરકાર જે ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમની શરૂ કરી હતી તે હવે તેમને મોંઘી પડી રહી છે. અત્યાર સુધીમાં સરકારને લગભગ દોઢ હજાર કરોડનું નુકસાન થયું છે અને જેમ-જેમ સોનાની કિંમતો વધી રહી છે. તેમ તેમ નુકસાન વધવાનો ભય છે. CNBC-બજારને મળેલી એક્સક્લુઝીવ જાણકારી મુજબ એવામાં સરકાર સ્કીમની સમિક્ષા કરશે.

2015માં શરૂ થઈ હતી સ્કીમ. સરકાર સ્કીમની શરતોમાં કરી શકે છે સમીક્ષા. અન્ય સોવરેન ડેટની સરખામણીએ ખર્ચ ઘણો વધારે છે. ગોલ્ડ સ્કીમ પર સરકારનો ખર્ચ 18-19% છે. સોનું વેચવાથી એમએમટીસીને માત્ર ₹32 કરોડનો ફાયદો.