બજાર » સમાચાર » બજાર

સંસદમાં સિટીઝનશીપ બિલ રજૂ થયું

ના રોજ પ્રકાશિત Mon, 09, 2019 પર 13:49  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ચર્ચાસ્પદ સિટિઝનશીપ અમેડમેન્ડ બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ અંગે વિપક્ષો ઘણો હંગામો કરી ચૂક્યા છે અને ઉત્તર પૂર્વમાં આ બિલનો ખૂબ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે તે છતાં પણ આ બિલને આજે રજૂ કરવામાં આવ્યું છે.


બિલ અંગે કોંગ્રેસના નેતા અધિરંજન ચૌધરીએ સંસદમાં જણાવ્યું હતું કે બિલ દેશના લઘુમતિઓના વિરોધમાં છે. તો અમિત શાહે જણાવી દીધું હતું કે આ બિલ 0.001% પણ લઘુમતિઓના વિરોધમાં નથી.