બજાર » સમાચાર » બજાર

ઘરેલૂ બજાર 0.7% નબળાઈ, નિફ્ટી 11250 ની નીચે બંધ

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 15:43  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 0.7 ટકાથી નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 11250 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 37880 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 298 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 79 અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.99 ટકા સુધીને ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.49 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.60 ટકા સુધી મજબૂતીની સાથે બંધ થયા છે.

પીએસયુ બેન્ક, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા એફએમસીજી, આઈટી, ઑટો અને મેટલ શેરોમાં 3.03-0.11 ટકા સુધીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 2.52 ટકાના ઘટાડાની સાથે 28061.65 ના સ્તર પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 297.55 અંક એટલે કે 0.78 ટકાના ઘટાડાની સાથે 37880.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 78.80 અંક એટલે કે 0.70 ટકા ઘટીને 11234.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, યસ બેન્ક, ગેલ, ટાટા મોટર્સ, વેદાંતા અને આઈસીઆઈસીઆઈ બેન્ક 2.79-6.04 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં ભારતી એરટેલ, ગ્રાસિમ, રિલાયન્સ, એચયુએલ અને એચસીએલ ટેક 1.23-4.35 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં દિવાન હાઉસિંગ, નાલ્કો, આરબીએલ બેન્ક, ચોલામંડલમ અને યુનિયન બેન્ક 9.98-4.31 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં વોકહાર્ટ, ગૃહ ફાઈનાન્સ, બર્જર પેંટ્સ, કંસાઈ નેરોલેક અને અદાણી પાવર 5.12-3.13 ટકા સુધી ઉછળા છે.

સ્મૉલોકપ શેરોમાં હિંદુસ્તાન મિડિયા, યુનિપ્લાય, ઈન્ડિયાબુલ્સ વેન્ચર, ડાયનેમેટિક ટેક અને આઈટીડી સિમેટેશન 12.38-8.63 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં ઑમ મેટલ્સ, સ્કેવેન્ટ સાઇન્ટિક, સ્પાઇસ જેટ, પ્રેસિશન કેમ્સ અને થાયરોકેર ટેકનોલોજી 8.65-6.40 ટકા સુધી ઉછળા છે.