બજાર » સમાચાર » બજાર

ઘરેલૂ બજાર 0.5% મજબૂત, નિફ્ટી 10100 ની નજીક

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 09:27  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારે શરૂઆત સારી કરી છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.5 ટકા થી વધારે મજબૂત થઈને કારોબાર કરી છે. આજે નિફ્ટી 10100 ની નજીક દેખાય રહ્યા છે. જ્યારે સેન્સેક્સે 37140 ઊપર છે. સેન્સેકસ 185 અંક ઉછળો છે તો નિફ્ટી 50 અંક વધ્યો છે.

જો કે મિડકેપ શેરોમાં નબળાઈ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂત જોવાને મળ્યું છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.50 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે. નિફ્ટીના મિડકેપ 50 ઈન્ડેક્સમાં 0.62 ટકાની મજબૂતી આવી છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં 0.29 ટકા વધીને કારોબાર દેખાય રહ્યો છે.

બેન્કિંગ, ફાઈનાન્સ સર્વિસ, મેટલ, પીએસયુ બેન્ક, રિયલ્ટી અને ઑટો શેરોમાં ખરીદારીનો માહોલ જોવામાં આવી રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.64 ટકા વધીને 27907.35 ના સ્તર પર આવી ગયો છે. જ્યારે એફએમસીજી, આઈટી અને ફાર્મા શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 185.28 અંક એટલે કે 0.50 ટકાની તેજીની સાથે 37143.44 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે, એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈનેડક્સ નિફ્ટી 50.30 અંક એટલે કે 0.46 ટકાના ઉછાળાની સાથે 10976.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બજારમાં કારોબારના આ સમય દરમ્યાન શેરોમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, ટાટા સ્ટીલ, ઝિ એન્ટરટેનમેન્ટ, વેદાંતા, યસ બેન્ક, બજાજ ફાઈનાન્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ 1.93-3.53 ટકા સુધી વધ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં ડૉ.રેડ્ડીઝ, સન ફાર્મા, વિપ્રો, પાવર ગ્રિડ, સિપ્લા, ટીસીએસ અને એચસીએલ ટેક 1.05-6.35 ટકા સુધી ઘટ્યો છે.

મિડકેપ શેરોમાં અપોલો હોસ્પિટલ, શ્રીરામ ટ્રાન્સફર, રિલાયન્સ ઈન્ફ્રા, જિંદાલ સ્ટીલ અને ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 6.55-3.67 ટકા ઉછળો છે. જો કે મિડકેપ શેરોમાં ગ્લેનમાર્ક, નાલ્કો, ક્રિસિલ, ભારત ફોર્જ અને ડિવિઝ લેબ્સ 6.95-1.59 ટકા સુધી લપસ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં હેલ્થકેર ગ્લોબલ, હેથવે કેબલ, એસ્સાર ઈન્ડસ્ટ્રીઝ, સરલા પર્ફોરમન અને ઝિ લર્ન 11.20-7.50 ટકા સુધી મજબૂત થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં સારેગામા ઈન્ડિયા, ડીઆઈસી ઈન્ડિયા, જીઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, બીજીઆર એનર્જી અને સિકલ લોજીસ્ટિક્સ 14.28-5 ટકા સુધી તૂટ્યા છે.