બજાર » સમાચાર » બજાર

ઘરેલૂ બજાર 0.3% મજબૂત, નિફ્ટી 11000 ની ઊપર બંધ

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 15:45  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર 0.3 ટકા થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. આજે નિફ્ટી 11000 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 37270 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 11,054.80 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 37,343.46 સુધી પહોંચ્યો હતો.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં જોશ જોવાને મળ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.04 ટકા વધીને બંધ થયા છે. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.75 ટકાની મજબૂતી આવી છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.43 ટકા ઉછળીને બંધ થયા છે.

રિયલ્ટી, ઑટો, મેટલ, પીએસયુ બેન્ક, બેન્કિંગ અને ફાઈનાન્સ સર્વિસ 3.87-0.09 શેરોમાં જોરદાર ખરીદારી જોવાને મળી. બેન્ક નિફ્ટી 0.79 ટકાના વધારાની સાથે 27721.95 ના સ્તર પર બંધ થયા છે. જો કે એફએમસીજી અને આઈટી શેરોમાં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 125.37 અંક એટલે કે 0.34 ટકા વધીને 37270.82 ના સ્તર પર બંધ થયા છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 32.70 અંક એટલે કે 0.30 ટકાના વધારાની સાથે 11035.70 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારમાં દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, ટાટા મોટર્સ, આઈશર મોટર્સ, મારૂતિ સુઝુકી, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ અને વેદાંતા 3.36-13.00 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં ઓએનજીસી, વિપ્રો, ગેલ ઈન્ડિયા, એચસીએલ ટેક, ઝિ એન્ટરટેનમેન્ટ અને એનટીપીસી 1.90-3.13 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં વોકહાર્ટ, જિંદાલ સ્ટીલ, ઑબરોય રિયલ્ટી, અદાણી પાવર અને યુનિયન બેન્ક 20-5.51 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ટાટા ગ્લોબલ બેવરેજીસ, ભારત ઈલેક્ટ્રોનિક, કોલગેટ, યુપીએલ, 3એમ ઈન્ડિયા 2.46-1.48 ટકા સુધી લપસીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં ત્રિજેન ટેક, ડાલમિયા શુગર, થિરૂમલાઇ કેમિકલ્સ, ધામપુર શુગર અને આઈજી પેટ્રોલિયમ 20-17.38 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં સોમાની સિરામિક્સ, ડીએફએમ ફૂડ્ઝ, સદભાવ એન્જિનયરિંગ, સિમેક અને ઈન્ફો એજ 12.24-5.71 ટકા સુધી તૂટીને બંધ થયા છે.