બજાર » સમાચાર » બજાર

ઘરેલૂ બજાર 4% થી વધારે લપસ્યા, નિફ્ટી 8300 ની નીચે બંધ

ના રોજ પ્રકાશિત Mon, 30, 2020 પર 15:39  |  સ્ત્રોત : Moneycontrol.com

સપ્તાહના પહેલા કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 4 ટકાથી વધારે નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 8300 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 28440.32 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 1,375.27 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 379.15 અંકોમાં ઘટાડો જોવાને મળ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 2.13 ટકા સુધી ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 2.79 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.75 ટકાની નબળાઈની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1,375.27 અંક એટલે કે 4.61 ટકાના ઘટાડાની સાથે 28440.32 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 379.15 અંક એટલે કે 4.38 ટકા ઘટીને 8281.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, પીએસયુ બેન્ક, રિયલ્ટી, આઈટી, પ્રાઇવેટ બેન્ક અને મેટલ શેરોમાં 7.75-2.86 ટકા સુધીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 6.06 ટકાના ઘટાડાની સાથે 18759.70 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી અને ફાર્મા શેરોમાં ખરીદારી જોવા મળી.

દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી બેન્ક, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને આઈશર મોટર્સ 6.53-11.89 ટકા સુધી તૂટીને બંધ થયા છે. દિગ્ગજ શેરોમાં સિપ્લા, ટેક મહિન્દ્રા, નેસ્લે ઈન્ડિયા, ડૉ.રેડ્ડીઝ, એક્સિસ બેન્ક, એચયુએલ અને ગેલ 1.87-6.71 ટકા સુધી વધારા સાથે બંધ થયા છે.

મિડકેપ શેરોમાં ચોલામંડલમ, ગોદરેજ પ્રોપર્ટીઝ, મણાપ્પુરમ ફાઈનાન્સ, જિંદાલ સ્ટીલ અને પ્રેસ્ટીજ એસ્ટેટ 16.05-9.99 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ન્યુ ઈન્ડિયા એસ્સયોર, એઆઈએ એન્જિનયરીંગ, કેઆરબીએલ, એબીબોટ ઈન્ડિયા અને બેયર કૉર્પસાઈન્સ 19.21-8.59 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં સત્યલમ, ગુજરાત અપોલો, ઈઆઈએચ એસોસિએટ હોટલ, ઈન્ડિયા હ્યુમ અને મણાપ્પુરમ ફાઈનાન્સ 14.47-10.91 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં સ્વેલેક્ટ એનર્જી, ઈન્ડિકો રેમડિઝ, એઆઈએ એન્જીનિયરિંગ, પીપીએપી ઑટોમોટિવ અને એડવાન્સ્ડ એનજીમી 20-12.33 ટકા સુધી ઉછળા છે.