બજાર » સમાચાર » બજાર

ફુડ કેટેગરી સારૂ પ્રદર્શન કરી રહી: આનંદ શાહ

ના રોજ પ્રકાશિત Wed, 07, 2018 પર 18:42  |  સ્ત્રોત : CNBC-Bajar

બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડના ડેપ્યુટી સીઈઓ અને હેડ ઓફ ઈન્વેસ્ટમેન્ટ આનંદ શાહને કયા સેક્ટર્સ ગમે છે.


આનંદ શાહનું કહેવુ છે કે ભારતની કન્ઝ્મ્પ્શન સ્ટોરી એક-બે વર્ષની વાત નથી. જીડીપીના મોટા ભાગનો હિસ્સો સ્થાનિક કન્ઝ્મ્પ્શન પર નિર્ભર છે. સ્થાનિક કન્ઝ્મ્પ્શન છેલ્લા બે-ત્રણ દાયકાથી ચાલી રહી છે. આવનાર દિવસોમાં ગ્રામિણ વિસ્તારમાં ટુ-વ્હીલર અને સિમેન્ટની માગ વધશે. શહેરી વિસ્તારમાં ટ્રાવેલ, ટેલિકોમ, એરલાઇન, બ્રૉડબેન્ડની માગ વધશે.


આનંદ શાહનું કહેવુ છે કે કન્ઝ્યુમર ગુડ્સની વાત કરીએ તો ફુડ કેટેગરી સારૂ પ્રદર્શન કરી રહી છે. એફએમસીજી સેક્ટરમાં 7-8 ટકાનો ગ્રોથ યથાવત્ છે. કન્ઝ્યુમર ડ્યુરેબલમાં વધુ પ્રતિયોગીતા હોવાના કારણે માર્જિન ઓછા છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ગ્રામિણ વિસ્તારનો ફાળો વધતો જશે. હાલ કોઇ પણ કન્ઝ્યુમર સેક્ટરમાં ગ્રોથની દુવિધા નથી.