બજાર » સમાચાર » બજાર

બજારમાં સતત ચોથા દિવસે ઘટાડો, સેન્સેક્સ 160 અંક ઘટ્યો, નિફ્ટી 12,000 ના નજીક બંધ

ના રોજ પ્રકાશિત Tue, 18, 2020 પર 15:40  |  સ્ત્રોત : CNBC-Bajar

બજારમાં સતત આજે ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. જોકે, છેલ્લા કલાકમાં બજારમાં સારી રિકવરી જોવા મળી છે. કારોબારમા અંતે નિફ્ટી નીચા સ્તરેથી 100 અંક સુધરીને બંધ થયો છે. તો સેન્સેક્સ પણ નીચલા સ્તરથી 283 અંક સુધીરીને બંધ થો છે. બેન્ક નિફ્ટી પણ નીચેથી 310 અંક સુધરીને બંધ થયો છે. આજના કારોબારમાં તેલ - ગેસ, આઈટી શેરોમાં ખરીદી કરવામાં આવી હતી. જ્યારે ઓટો, મેટલમાં લેચવાલી જોવા મળી રહી છે.


નિફ્ટી 53 અંક ઘટીને 11,992 ની સપાટીએ બંધ રહ્યો છે. તો સેન્સેક્સ 161 અંક ઘટીને 40,894 ની સપાટીએ બંધ રહ્યો છે. બેન્ક નિફ્ટી 118 અંક ઘટીને 30,563 ની સપાટી પર બંધ રહ્યો છે. તો મિડકેપ 99 અંક ઘટીને 17,726 ની સપાટીએ બંધ રહ્યો છે. નિફ્ટીના 50 માંથી 28 શેરોમાં ઘટાડો થયો. તો સેન્સેક્સના 30 માંથી 20 શેરોમાં ઘટાડો થયો. બેન્ક નિફ્ટીના 12 માંથી 9 શેરોમાં ઘટાડો થયો.


શિવાજી મહારાજ જયંતિ નિમિત્તે આવતીકાલે કર્નેસી બજાર બંધ રહેશે. ઇન્ડિયા રેટિંગ્સે વોડાફોન આઈડીઆઈએની લાંબા ગાળાની રેટિંગ ઘટાડીને BBB થી ઘટીને B કરી છે. ટેલિકોમ સેક્ટરના સંકટ અને ગ્લોબલ બજારોના ઘટાડાએ ભારતીય બજારો પર દબાણ બનાવ્યું હતું. નિફ્ટી સતત ચોથા દિવસે સરકીને 2 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયો. જોકે, બજારને ટેક અને એનર્જી સેક્ટરનો ટેકો મળી રહ્યો છે.