બજાર » સમાચાર » બજાર

સરકારે ટેક્સ વિવાદના નિયમો બદલ્યા

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 18:37  |  સ્ત્રોત : CNBC-Bajar

સરકારે ટેક્સ વિવાદ મામલે અર્જી કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. સરકારે આ નિર્ણય દેશભરની કોર્ટમાં કેસો ઓછા થાય તે માટે લીધો છે. આટલું જ નહીં, ટેક્સ વિભાગ હવે આ નિયમોને અપનાવશે અને નવી મર્યાદા પ્રમાણે અમુક અર્જીઓને પરત લેશે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સ અને સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ ત્યારે જ કેસ નોંધાવી શકશે જ્યારે ટેક્સ વિવાદની રકમ 20 લાખ અથવા તેનાથી વધુ હોય.


આ મર્યાદા પહેલા 10 લાખ સુધીની હતી. ઉચ્ચ ન્યાયાલયના કેસોમાં આ મર્યાદા 20 લાખથી વધારીને 50 લાખ રૂપિયા કરી છે. જોકે સુપ્રીમ કોર્ટ માટેની મર્યાદા 25 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ રૂપિયા કરી છે. તો શું આ નિર્ણયથી આવકવેરા વિભાગની ક્ષમતાનો યોગ્ય ઉપયોગ થશે અને શું આનાથી ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસમાં સુધારો આવશે કે નહીં તે જોવાનું રહ્યું.