બજાર » સમાચાર » બજાર

સરકારના હાઉસિંગ પરના ફોકસથી પણ ઘણો લાભ: કેકી મિસ્ત્રી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 11:17  |  સ્ત્રોત : CNBC-Bajar

ગયા 9 વર્ષથી કંપની દ્વારા સતત વાર્ષિક ધોરણે 26%ની જંગી ગ્રોથ બતાવવામાં આવી છે. આ વર્ષે માર્કેટના ઉતાર-ચડાવ વચ્ચે પણ સ્ટૉકનું જોરદાર આઉટપરફોર્મન્સ છે.

કંપનીએ પ્રેફરેન્શિયલ અલોટમેન્ટ મારફત રૂપિયા 11,000 કરોડ ઊભા કર્યા. રૂપિયા 1890 કરોડનો ક્યૂઆઈપી પણ લાવ્યા. આ મૂડીમાંથી રૂપિયા 8500 કરોડ જેટલી રકમ એચડીએફસી બેન્કમાં હિસ્સો જાળવી રાખવા માટે ઉપયોગમાં લાવશે.

રિટેલ હોમલોનમાં સતત વૃદ્ધિ 2-3 વર્ષમાં અફોર્ડેબલ હાઉસિંગ સેગ્મેન્ટમાં 17% ગ્રોથ રહી શકે. રેરા, જીએસટી બાદ કંસ્ટ્રક્શન ફાઇનાન્સમાં પણ ગ્રોથ સુધરે એવી અપેક્ષા રહેલી છે. સ્પ્રેડની ટકાવારી સ્થિર રહી. લોન પોર્ટફોલિયોમાં વ્યક્તિગત અને કંપની વચ્ચે જોરદાર બેલેન્સ.

એચડીએફસી લિમિટેડના વાઇસ ચૅરમૅન અને સીઈઓ કેકી મિસ્ત્રીનું કહેવુ છે કે હાઉસિંગમાં સ્ટ્રક્ચરલ ડિમાન્ડ સતત જોવા મળી રહી છે. ભારતમાં ઘર માટે ધિરાણ લેનારાની સંખ્યા ઘણી ઓછી છે. સરકારના હાઉસિંગ પરના ફોકસથી પણ ઘણો લાભ થયો. લાંબાગાળાની ગ્રોથ માટે સેક્ટરમાં ઘણી ક્ષમતા રહેલી છે.