બજાર » સમાચાર » બજાર

Tax Payersના માટે ચાર્ટર ઑફ રાઇટ્સ લઇને આવશે સરકાર, Tax ચૂકવનારા લોકોને મળશે આ લાભ

ના રોજ પ્રકાશિત Sat, 08, 2020 પર 12:39  |  સ્ત્રોત : Moneycontrol.com

ભારત સરકાર ટેક્સ આપનારા લોકો (Taxpayer) માટે ઘણા સારા સમાચાર લઈને આવી છે. સરકાર હવે taxpayers માટે અધિકાર પત્ર એટલે કે ચાર્ટર ઑફ રાઇટ્સ (Charter of right) લઇને આવી રહી છે, જેમાં તેમના અધિકારો અને જવાબદારીઓનો સંપૂર્ણ ઉલ્લેખ કરવામાં આવશે. આ ઉપરાંત charter of rightથી અનકમ ટેક્સ વિભાગ (Incometax Department)પણ Taxpayersના સમય પર તેની તમામ સેવાએ આપવા માટે બાધ્યા થશે.


નાણાં પ્રધાન નિર્મળા સીતારામણે (Finance minister Nirmala sitharaman)એ શુક્રવારે કહ્યું હતું કે taxpayers રાષ્ટ્રના નિર્માતા છે અને સરકાર તેમના માટે એક ચાર્ટર ઑફ રાઇટ્સ લઇને આવશે. તેમણે કહ્યું કે સરકારે ઇમાનદાર કરદાતાઓની સુવિધા માટે અનેક પગલા લીધા છે. પ્રક્રિયા સરળ બનાવવામાં આવ્યું છે, પારદર્શિતા વધારી દેવામાં આવી છે અને ટેક્સના દરો (Tax rate)ને સુસંગત બનાવામાં આવ્યું છે. નાણાં પ્રધાને કહ્યું, મને ખુશી છે કે હું તે સરકારનો હિસ્સો છું જેમાં આગુઆઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime minister Narendra modi) કરી રહ્યા છે જે ઇમાનદારીથી આ વાત વિચારે છે કે ભારતીય કરદાતાઓને સારી સુવિધા મળવી જોઇએ.


આ દેશોમાં Taxpayerને મળ્યા છે ચાર્ટર ઑફ રાઇટ્સ


હવે વિશ્વમાં થોડા દેશો છે જ્યાં કરદાતાઓ માટે ચાર્ટર ઑફ રાઇટ્સ છે. આમાં ઑસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકા શામેલ છે. નાણાં પ્રધાને કહ્યું કે, ચાર્ટર ઑફ રાઇટ્સમાં Taxpayersના દાયિત્વોનું ઉલ્લેખ કરશે. અમે તેના માટે પ્રયાસ કરી રહ્યા છીએ.


અમને આત્મનિર્ભાર અભિયાનના ભાગ રૂપે અમે આ જાહેરાત કરી છે. બજેટમાં પણ ટેક્સ પેયર્સ ચાર્ટર (Taxpayers charter)ની ઘોષણા કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે તેને વૈધાનિક દરજ્જો મળશે અને તે નાગરિકોને અધિકાર આપશે.