બજાર » સમાચાર » બજાર

ત્રણ મહિના માટે સરકાર નક્કી કરશે વિમાનના ન્યૂનતમ અને મહત્તમ ભાડા: હરદીપસિંહ પુરી

ના રોજ પ્રકાશિત Thu, 21, 2020 પર 18:49  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોનાથી યુદ્ધની વચ્ચે ભારત એક વાર ફરી ઉડવા માટે તૈયાર છે. 25 મેથી દેશમાં ફ્લાઇટ સર્વિસ શરૂ થવા જઈ રહી છે. શરૂઆતમાં માત્ર એક તૃતિયાંશ માર્ગો પર ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે સરકારે લઘુતમ અને મહત્તમ ભાડું નક્કી કર્યું છે. સિવિલ એવિએશન મત્રીએ કહ્યું છે કે ત્રણ મહિના સુધી વિમાનનું ભાડુ એક મર્યાદામાં રહેશે. દેશના તમામ હવાઈ માર્ગો મુસાફરીના સમય અનુસાર 7 વિભાગમાં વહેંચાયેલા છે અને આ વિભાગના આધારે ભાડાનો વિસ્તાર નક્કી કરવામાં આવશે. ઉદાહરણ તરીકે દિલ્હી-મુંબઇનું ભાડું 3500 થી 10000 રૂપિયા વચ્ચેનું રહેશે.


ફ્લાઇટ્સ દ્વારા રજૂ કરાયેલા નિયમો અનુસાર શરૂઆતમાં માત્ર એક તૃતિયાંશ ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવશે. વૃદ્ધ, ગર્ભવતી સ્ત્રીઓ, બીમાર લોકોને હવાઈ મુસાફરીથી બચવાની સલાહ આપી છે. હવાઇ મુસાફરોની કોઈ physical check-in નહીં કરવામાં આવશે. ફક્ત પુષ્ટિ થયેલ web check-in વાળા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી મળશે. ફ્લાઇટમાં ફ્લાઇંગ માટે આરોગ્ય સેતુની આવશ્યતા રહેશે. આરોગ્ય સેતુ રેડ સ્ટેટસ વાળા મુસાફરોને હવાઈ મુસાફરીની છૂટ નહીં રહેશે. એરલાઇન્સ મુસાફરોને ભોજન પ્રદાન નહીં કરશે. ફક્ત એક ચેક-ઇન બેગની મંજૂરી આપવામાં આવશે. મુસાફરોને ફ્લાઇટથી 2 કલાક પહેલા રિપોર્ટ કરવું જરૂરી રહેશે. સરકાર લઘુતમ અને મહત્તમ ભાડુ નક્કી કરશે.


હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે સરકારે મહત્તમ અને લઘુતમ ભાડું નક્કી કર્યું છે. દિલ્હી અને મુંબઇના કેસમાં 90-120 મિનિટની મુસાફરીનું લઘુતમ ભાડું 3500 રૂપિયા હશે જ્યારે મહત્તમ 10,000 રૂપિયા હશે. આ નિયમ એરલાઇન્સને ત્રણ મહિના માટે લાગુ રહેશે. તેમણે આગળ કહ્યું છે કે ઘરેલુ ફ્લાઇટ્સ માટે મેટ્રોથી મેટ્રો શહેરોમાં કેટલાક નિયમો હશે જ્યારે મેટ્રોથી નોટ મેટ્રો શહેરો માટે અલગ નિયમો રહેશે.


ભાડા માટેનો વિભાગ


વિભાગ-1 માં 40 મિનિટથી ઓછી મુસાફરી
વિભાગ-2 માં 60 મિનિટની મુસાફરી
વિભાગ-3 માં 60 થી 90 મિનિટની મુસાફરી
વિભાગ-4 માં 90 થી 120 મિનિટની મુસાફરી
વિભાગ-5 માં 120 - 150 મિનિટની મુસાફરી
વિભાગ-6 માં 150-180 મિનિટની મુસાફરી
વિભાગ-7 માં 180 - 210 મિનિટની મુસાફરી