બજાર » સમાચાર » બજાર

અમદાવાદની ગરમી, ટ્રમ્પની અગ્નિપરિક્ષા

ના રોજ પ્રકાશિત Sat, 22, 2020 પર 12:51  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઇને લોકો ઉત્સાહ છે ખુદ ટ્રમ્પ પણ ખુશ છે પરંતુ ટ્રમ્પ માટે રોડ રહેશે થોડો ભારે કારણકે ગરમીનો પારો રહેશે 35 ડિગ્રી.


મહાસત્તાના મહાનાયક ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે. હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે સૌ કોઇને એક જ વાત સતાવી રહી છેકે ગરમી કેવી રહેશે. હવે જો ગરમીના વાત કરીએ તો અમેરિકામાં તાપમાનનો પારો 6 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે પરંતુ જ્યારે ટ્રમ્પ અમદાવાદ આવશે તો ગરમીનો પારો 35 ડિગ્રીની આસપાસ રહેશે. એટલે રોડ શોમાં ટ્રમ્પને લાગશે ભારે ગરમી, જોકે હવામાન વિભાગના મતે બે દિવસ પારો ઘટશે બાકી કાળઝાળ ગરમી પડશે.


ઠંડી અમેરિકાથી આવતા મહેમાન ટ્રમ્પને ગરમી તો સહન કરવી જ પડશે કારણકે તેમને વધાવવા સૌ કોઇ આતુર છે. બીજીતરફ આગામી બે દિવસ ઠંડીનો ચમકારો અનુભવાશે હવામાન વિભાગના મતે ઉત્તર-ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાશે. બે દિવસમાં રાજ્યમાં તાપમાન ઘટશે પરંતુ 24 ફેબ્રઆરીએ ગરમીનો પારો 35 ડિગ્રી આસપાસ રહેશે.