બજાર » સમાચાર » બજાર

મોદી-ટ્રમ્પની મિત્રતાની ઐતિહાસિક ક્ષણ

ના રોજ પ્રકાશિત Mon, 23, 2019 પર 08:29  |  સ્ત્રોત : CNBC-Bajar

ગઈકાલે રાત્રે અમેરિકાના હ્યુસ્ટનમાં HOWDY મોદી કાર્યકર્મનું ભવ્ય આયોજન થયું અને મંચ પર વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની દોસ્તીના દૃશ્યો જોવા મળ્યા. વડાપ્રધાન મોદીએ ન્યૂ ઈન્ડિયા અને કોર્પોરેટ ટેક્સ ઘટાડવા તેમજ આંતકવાદ  અંગે વાત કરી હતી, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપારની વાત કરી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરતા લોકોમાં ઉત્સાહ છે.

રાષ્ટ્રપતિ ટ્રંપએ જેએસડબ્લ્યુ સ્ટીલના અમેરિકામાં રોકાણનો ઉલ્લેખ પણ કર્યો સાથે જ તેમણે અમેરિકી કંપની ટેલ્યુરિયન પેટ્રોનેટ એલએનજી કરારને પણ એનર્જીના ક્ષેત્રમાં મોટી ભાગીદારી કીધી છે. અમે ભારતમાં થતી નિકાસની વધારીશું. ભારત ટૂંક સમયમાં મેડ ઈન USA લખેલા પ્રોડક્ટ્સ મળશે.

જગદિશ શેઠનું કહેવુ છે કે ભારતે મોર્ડનફાર્મિંગને પ્રોત્સાહન આપવાની જરૂર છે. ભારતે આવનારી કંપનીઓને ઇન્સેન્ટીવ આપવું જોઇએ. ઓટો મોબાઇલના મેનીફેક્ચરિંગમાં આગળ વધવાની જરૂર છે.