બજાર » સમાચાર » બજાર

કોરોના વાયરસના ભયની અસર વૈશ્વિક માર્કેટ પર

ના રોજ પ્રકાશિત Fri, 28, 2020 પર 16:41  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોના વાયરસના ભયની અસર વૈશ્વિક માર્કેટ પર જોવા મળી. અને આ સપ્તાહ 2008ની વૈશ્વિક મંદી બાદ સૌથી ખરાબ સપ્તાહ બનવા જઇ રહ્યું છે. બધા યુરોપિયન ઇન્ડેક્સમાં મોટો કડાકો જોવા મળ્યો. જર્મન DAX, ફ્રેન્ચ CAC અને બ્રિટિશ ફૂટસી બધા 4 ટકાના ઘટાડા સાથે બંધ થયા. એશિયન માર્કેટમાં પણ વૈશ્વિક માર્કેટ જેવી જ હાલત રહી. જાપાનનું નિક્કેઇ, દક્ષિણ કોરિયાનું કોસ્પી અને ચીનનું શાંઘાઇ કમ્પોઝિટ બધા સાડા ત્રણ ટકાથી વધુ ઘટ્યા.