બજાર » સમાચાર » બજાર

ચણીયા ચોલીની અવનવી વેરાયટીએ ધુમ મચાવી

ના રોજ પ્રકાશિત Mon, 23, 2019 પર 18:44  |  સ્ત્રોત : CNBC-Bajar

નવરાત્રિ શરુ થવાના આડે બસ ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે. ત્યારે બજારમા અત્યારથી જ નવરાત્રીનો માહોલ જામ્યો છે. નવરાત્રિને અનુલક્ષી માર્કેટમા ચણીયા ચોલીની અવનવી વેરાયટી ધુમ મચાવી રહી છે.


નવલા નોરતાને આડે બસ ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ખેલૈયાઓ અત્યારથી વ્યસ્ત જોવા મળ્યા છે. કોઇ ડ્રેસ તૈયારી કરાવી રહ્યા છે દાંડીયા રાસ માટે ઉપયોગમા લેવામા આવતી ચણીયા ચોલીમા ડાયમંડ વર્ક, મીરર વર્ક અને ટીકા વર્ક જોયુ હશે. પરંતુ જો આપને કોઈ એમ કહે કે ચણીયા ચોલીમા રીયલ પેઈન્ટીંગનો ક્રેઝ આ વર્ષે ધુમ મચાવી રહ્યો છે.


ખેલૈયાઓ ચણીયા ચોળીમાં જુદી જુદી પેઈન્ટીંગ કરી રહી છે. જે પેઈન્ટીંગમા ગજરાજ પેઈન્ટીંગ, મયુર રાજ પેઈન્ટીંગ, ગરબા પેઈન્ટીંગ, ગરબા પેઈન્ટીંગ, દાંડીયા રાસ પેઈન્ટીંગ, કલશ પેઈન્ટીંગ અને સ્વસ્તીક પેઈન્ટીંગ જેવી 50 જાતના રીયલ પેઈન્ટીંગ કરવામા આવી રહ્યા છે.


સામાન્યરીતે ડાયમંડ, ટીકા અને મીરર વર્ક પર આધારીત ચણીયા ચોલી બનાવવા પાછળ 7 દિવસનો સમય લાગતો હોઈ છે. જેને બનાવવા પાછળનો ખર્ચ રૂપિયા 1000 થી 8000 સુધીનો થતો હોઈ છે. તો સાથે જ તેનુ ભાડુ રૂપિયા 200 થી લઈ 500 સુધીનુ થતુ હોઈ છે. જ્યારે કે રીયલ પેઈન્ટીંગ આધારીત ચણીયા ચોલી બનાવવા પાછળ 8 દિવસનો સમય લાગે છે.


દર વર્ષે નવરાત્રીમા ચણીયા ચોલીમા, ઓરનામેન્ટસ તેમજ ટેટુમા અવનવી ડિઝાઈન આવતી હોઈ છે. ત્યારે આ વર્ષે આવેલ રીલ પેઈન્ટીંગવાળા ચણીયા ચોલી યુવાહૈયાઓમા ભારે આકર્ષણનુ કેન્દ્ર બનાવ્યુ છે.