બજાર » સમાચાર » બજાર

બજારમાં સતત ચૌથા દિવસે દબાણ, નિફ્ટી 11,680 નીચે બંધ

ના રોજ પ્રકાશિત Wed, 26, 2020 પર 15:48  |  સ્ત્રોત : CNBC-Bajar

વધતા કોરોના વાયરસની ચિંતાથી બજારમાં દબાણ જોવા મલી રહ્યું છે, જેના કારણે બજાર સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ થયો છે. નિફ્ટીમાં 120 અંકનો ઘટાડા સાથે 11680 ના નીચે બંધ રહ્યો છે. સેન્સેક્સ 392 અંકના ઘટાડા સાથે 39,888.96 ના સ્તર પર બંધ રહ્યો છે.


આજના કારોબારમાં સેન્સેક્સના 30 માંથી 24 શેરમાં વેચવાલી જોવા મળી છે, જ્યારે નિફ્ટીના 50 માંથી 44 શેરોમાં વેચવાલી રહી છે. તો બેન્ક નિફ્ટીના 12 માંથી 7 શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. છેલ્લા 4 દિવસમાં નિફ્ટી 437 અંક લપસી ગયો છે, જ્યારે સેન્સેક્સ 1434 અંક લપસી ગયો છે.


બેન્કિંગ શૅરમાં દબાણથી બેન્ક નિફ્ટી 0.41 ટકા ઘટીને 30,306.85 ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેન્ક ઈન્ડેક્સ આજે 0.62 ટકા અને પ્રાઇવેટ બેન્ક ઈન્ડેક્સ 0.57 ટકા ઘટીને બંધ થયો છે.


આજના કારોબારમાં નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 1.67 ટકા, ફાર્મા ઈન્ડેક્સ 1.25 ટકા, મેટલ ઇન્ડેક્સ 1.63 ટકા, ઓટો ઈન્ડેક્સ 2.15 ટકા, આઇટી ઈન્ડેક્સ 1.39 ટકા, એફએમસીજી ઈન્ડેક્સ 0.69 ટકા ઘટીને બંધ થયો છે.


બજારમાં ઘટાડો વધ્યો થયો છે. બજાર દિવસના નીચા સ્તરેથી કારોબાર કરી રહ્યો છે. ડાઉ ફ્યુટર્સ 406 અંકનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 477 અંક અને નિફ્ટી 154 અંકના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.


નેશનલ ટેક્સટાઇલ મિશનને કેબિનેટની મંજૂરી મળી છે. નેશનલ ટેક્સટાઇલ મિશન માટે લગભગ 1500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મેન મેડ ફાઇબર્સ માટે 2024 સુધી માટે મિશનની મંજૂરી મળી છે. આ સમાચારથી ગોકળદાસ એક્સપોર્ટ્સ, અરવિંદ, સેન્ચ્યુરી ટેક્સટાઇલમાં ખરીદી જોવા મળી રહી છે.