બજાર » સમાચાર » બજાર

હજુ આ વર્ષમાં બે વાર વ્યાજ દર વધશે: નિલેશ શાહ

ના રોજ પ્રકાશિત Thu, 14, 2018 પર 10:12  |  સ્ત્રોત : CNBC-Bajar

વૈશ્વિક બજારોની સુસ્તીએ ઘરેલૂ બજારો પર દબાણ બનાવાનું કામ કર્યુ છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ સુસ્ત જોવામાં આવી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કોટક મહિન્દ્રા એએમસીના એમડી અને સીઈઓ નિલેષ શાહ પાસેથી.

નિલેશ શાહનું કહેવુ છે કે ફેડ રેટ હાઈક ધારણા મુજબ, હજુ આ વર્ષમાં બે વાર વ્યાજ દર વધશે. વ્યાજ દર વધતા પીઈ રેશિયો પર ચોક્કસ અસર પડે છે. માર્કેટ હાલ નથી વધતું કે નથી સરખુ ઘટતું.

નિલેશ શાહના મતે દર વધવા છતા આર્થિક ગ્રોથ વધવાના સંકેત જીએસટી આંકડા પરથી ખબર પડે. ઈન્ફોસિસ લિસ્ટ થયો ત્યારે માત્ર 250 જ કર્મચારી હતા. ઈન્ફોસિસને લિસ્ટ થયાને આજે 25 વર્ષ પૂરા થયા.

નિલેશ શાહના મુજબ દેશમાં ઘણા કાચાઘર બનતા હોઈ અફોર્ડેબલ હાઉસીંગથી પાકા મળશે. અમેરિકામાં બચત કરીને નહીં પરંતુ લૉન લઇને ઘર બનાવ્યા છે. સ્થાનિક ફાર્મા કંપનીઓમાં રોકાણ કરી શકાય.

નિલેશ શાહનું માનવુ છે કે ગત વર્ષ કરતા માર્કેટમાં રિટર્ન ઓછા મળશે. 2019માં સ્થિર સરકાર આવશે તો માર્કેટ એક જ દિવસમાં 15% વધી જશે. 2019માં અસ્થિર સરકાર આવશે તો માર્કેટ એક જ દિવસમાં તૂટી જશે.

નિલેષ શાહનું કહેવુ છે કે કોમૉડિટી સ્ટોકમાં વેલ્યુએશન મોંઘા હોય ત્યારે ખરીદવું. દેવુ કરીને ટ્રેડ કરવું જોઈએ નહિ. એચયુએલ પામ તેલનો ઉપયોગ કરીને સાબુ બનાવે છે, બ્રાન્ડ બનાવે છે જે રોકાણકારો માટે સારું છે. જાન્યુઆરી 2018ની શરૂઆતથી કહી રહ્યા છીએ કે મિડકેપ, સ્મોલ કેપ ધારણા કરતા મોંઘા છે, દૂર રહેવુ.