બજાર » સમાચાર » બજાર

સપ્તાહના અંતિમ દિવસમાં બજારમાં તેજી, નિફ્ટી 11895 પર બંધ

ના રોજ પ્રકાશિત Fri, 15, 2019 પર 15:37  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહના અંતિમ દિવસમાં બજારમાં તેજી સાથે બંધ થયો છે. સેન્સેક્સ 70 અંકના વધારા સાથે 40356 ના સ્તર પર બંધ થયો છે. તો નિફ્ટી 0.20 ટકા વધીને 11890 ના પાર બંધ થવામાં સફળ થયો છે.


બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 0.63 ટકાનો ઉછાળો રહ્યો છે, તો સ્મોલકેપ ઈન્ડેક્સ 0.13 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો છે. ઓઇલ-ગેસ શેરોમાં આજે દબાણ હતું. બીએસઈ ઓઇલ અને ગેસ ઈન્ડેક્સ 0.41 ટકા ઘટીને બંધ થયો છે.


બેન્ક શેરમાં સારી ખરીદીના આધાર પર બેન્ક નિફ્ટી 250 અંકના વધારા સાથે 31000 ની ઉપર બંધ થયો છે. એસ્સાર સ્ટીલ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ, પીએસયુ બેન્કો શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી પીએસયુ બેન્ક ઈન્ડેક્સ આજે 3.50 ટકાના વધારા સાથે બંધ થયો છે. જ્યારે પ્રાઇવેસ ઇન્ડેક્સમાં 0.29 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.


આજના કારોબારમાં ઓટો, એફએમસીજી, આઇટી, મેટલ અને રિયલ્ટી શેરોમાં દબાણ જોવા મળ્યું છે. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.54 ટકા, એફએમસીજી ઈન્ડેક્સ 0.48 ટકા, આઇટી ઇન્ડેક્સ 0.51 ટકા, મેટલ ઇન્ડેક્સ 0.40 ટકા અને રીયલ્ટી ઈન્ડેક્સ 0.29 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે.


સપ્તાહના ઇન્ડેક્સ પર નકરે તો આ સ્પ્તાહ સેન્સેક્સ 0.60 ટકા વધ્યું છે, જ્યારે નિફ્ટી 0.30 ટકા વધીને છે. તો બેન્ક નિફ્ટીમાં સપ્તાહ ભરમાં 1.30 ટકાનો વધારો થયો છે. આ સપ્તાહ મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકા વધ્યો હતો.