બજાર » સમાચાર » બજાર

સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ખૂબ મર્યાદિત રેન્જમાં રહ્યું બજાર, NIfty 11200 ની નજીક બંધ

ના રોજ પ્રકાશિત Fri, 07, 2020 પર 15:43  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે બજાર આજે મર્યાદિત રેન્જમાં કારોબાર કરતું દેખાયું. Nifty આજે ​​11200 ને પકડવાનો પ્રયત્ન કર્યો અને કારોબાર અંતમાં આ સ્તરની ઉપર બંધ થવામાં સફળ રહ્યા છે. IT દિગ્ગજ અને HDFC Twinsએ બજાર પર દબાણ પરંતુ મિડકેપ શૅરમાં સારી ખરીદી જોવા મળી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ આજે 1.5 ટકાના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યા છે. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ પણ આજે 0.80 ટકાની ઉપર બંધ રહ્યો છે.


કારોબારના અંતે સેન્સેક્સ 15.12 અંક એટલે કે 0.04 ટકાના મામૂલી વધારા સાથે 38,040.57 ના સ્તર પર બંધ રહ્યો હતો. નિફ્ટી 15.80 અંક એટલે કે 0.14 ટકાના વધારા સાથે 11,215.95 ના સ્તર પર બંધ રહ્યો છે.