બજાર » સમાચાર » બજાર

નાણાં મંત્રાલય અને સેબી કરી રહ્યા ટ્રેડિંગ ટાઈમ ઘટાડવા પર વિચાર: સૂત્ર

ના રોજ પ્રકાશિત Mon, 23, 2020 પર 10:34  |  સ્ત્રોત : CNBC-Bajar

લોકડાઉનને ધ્યાનમાં રાખીને નાણાં મંત્રાલય અને સેબી શેર બજારના ટ્રેડિંગ ટાઇમ ઘટાડવાનું વિચારી રહ્યા છે, સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં મંત્રાલય અને સેબી શેરબજારને બંધ કરવાનો વિકલ્પ પણ અપનાવી શકે છે. ટ્રેડિંગ ટાઇમ ઘટાવાથી બ્રોકિંગ સ્ટાક પર દબાણ ઘટાડશે. શેરબજારને બંધ કરવાનો વિકલ્પ પણ અપાની શકાય છે. ટ્રેડિંગ ટાઇમને ઘટાડવાથી બ્રોકિંગ સ્ટાફને સેમ-ડે સેટેલમેન્ટ, બેન્ક ક્લિયરિંગમાં સરળતા મળશે. બજાર બંધ કરવાની સ્થિતિમાં એફ એન્ડ ઓ એક્સપાયરીની તારીખ બદલાઈ શકે છે. આ સમાચાર અંગે નાણાં મંત્રાલય અને સેબીના પ્રતિક્રિયાની રાહ જોવાઇ રહી છે.


9 શૅર બજાર ખુલતાંની સાથે જ પ્રતિબંધમાં જાશે


આજે બજાર ખુલતા જ ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ, જેએસપીએલ, અદાણી એન્ટરપ્રાઇઝ, યસ બેન્ક સહિત 9 શેરો વાયદા પ્રતિબંધમાં જશે. આમાં પોઝિશન લિમિટ ઘટાડીને 50 ટકા કરવાનું અસર જોવા મળશે.


કોરોના સામેના યુદ્ધમાં ઇન્ડસ્ટ્રીઝ એકજુટ


કોરોના સામે ઇન્ડસ્ટ્રીઝ એકજુટ થઈ ગઈ છે. રોગચાળા સામે લડવા માટે અનિલ અગ્રવાલ આપશે 100 કરોડ રૂપિયા, આનંદ મહિન્દ્રાએ કહ્યું - તેઓની ફેક્ટ્રિઓમાં વેન્ટિલેટર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આઇટીસી, ગોદરેજ કન્સ્યુમર, એચયુએલે સેનિટાઇઝર્સના ભાવમાં ઘટાડો કર્યો, એચયુએલ પણ 100 કરોડ આપવાનું વચન આપ્યું છે.


આજે બજારમાં સામાન્ય કારોબાર થાશે, 10-02 વાગ્યા સુધી બેન્ક ખુલા રહેશે


આજે બજારમાં સામાન્ય કારોબાર થાશે. આ મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય છે. કોમોડિટી અને કરન્સી બજારમાં પણ નોર્મલ કામકાજ થશે. જ્યારે 31 માર્ચ સુધી આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, કોટક જેવી બેન્કો ફક્ત સવારે 10 થી 02 વાગ્યાની વચ્ચે ખુલી રહેશે.


શૉર્ટ સેલિંગના નિયમોમાં મોટા ફેરફાર


સેબીએ શૉર્ટ સેલિંગના નિયમો કડક કર્યા છે. સેબીએ નિયમોમાં એક મોટા ફેરફારો કરતા સ્ટોક્સ ફ્યુચર્સમાં પોઝિશન લિમિટ ઘટાડીને 50 ટાક કરી દીધી છે. ઇન્ડેક્સ શૉટ પર કડક સાથે જ કૈશ માર્જિનમાં પણ વધાર્યા છે. સેબીના નિયમોમાં ફેરફાર કર્યા પછી, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, અદાણી એન્ટરપ્રાઇઝ, યસ બેન્ક જેવા 9 શેરો પ્રતિબંધમાં ગયા છે.


ત્યા કોરોનાને ધ્યાનમાં રાખીને ઓટો કંપનીઓના પ્રોડક્શન બંધ કરી રહી છે. મારૂતિએ હરિયાણાના માનેસર પ્લાન્ટનું ઉત્પાદન બંધ કરી દીધું છે, જ્યારે મહિન્દ્રાએ નાગપુર, પુણે અને બોરીવલી પ્લાન્ટમાં શટડાઉન કર્યું છે. હીરો મોટોએ દુનિયાભરમાં તેનું મેન્યુફેક્ચરિંગ યુનિટ બંધ કરી દીધું છે.