બજાર » સમાચાર » બજાર

ગુજરાતમાંથી ચોમાસુ લઈ રહ્યું છે વિદાય

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 16:34  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યમાંથી ચોમાસાની વિદાયનો સમય આવી ગયો. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યુ કે, આગામી બે દિવસમાં પરિસ્થિતિ સ્પષ્ટ બનશે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. 15 નવેમ્બર સુધી તાપમાનમાં ઘટાડો થશે. તો આ વખતે સીઝનનો 141 ટકા વરસાદ નોંધાયો તેવી પણ માહિતી હવામાન વિભાગે આપી. મહત્વનું છે, કે આ વખતે ભારે વરસાદના કારણે રાજ્યના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા, તો સાથે જ પૂરના કારણે અનેક જિલ્લાઓમાં ભારે નુકસાન પણ થયું.