બજાર » સમાચાર » બજાર

નમો ટેબ બન્યું વિદ્યાર્થીઓ માટે મદદગાર

ના રોજ પ્રકાશિત Wed, 22, 2020 પર 12:58  |  સ્ત્રોત : CNBC-Bajar

દેશમાં ગુજરાત રાજ્ય અનેક ઉપયોગી જાહેર ચોજનાઓને લઇને રોલ મોડલ બને છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઘોરણ 12 પાસ વિદ્યાર્થીઓ માટે અમલ મુકવામાં આવેલી નમો ટેબ્લેટની યોજનાને વિદ્યાર્થીઓએ ભારે પ્રતિસાદ આપ્યો છે, 8000 રૂપિયા ની કિંમતનું આ ટેબ્લેટ સરકાર વિદ્યાર્થીઓને માત્ર 1000 રૂપિયા નાં ટોકન ભાવે આપે છે.

વડોદરાનાં પ્રતાપનગર  વિસ્તાર માં રેહતો ભરત ખારોલ મહારાજા સયાજીરાવ યુનિ ની કોર્મસ ફેકલ્ટી નાં બીજા વર્ષ નો વિર્ઘાથી છે, યુનિ પરિસર માં ફ્રી વાઇફાઇ ની સુવિઘા છે, ત્યારે ભરતે પણ સરકાર નાં નમો ઇ  ટેબલ્ટ યોજના વિષે સાંભળ્યું, અને તેનો લાર્ભાર્થી બનવાનું નક્કી કર્યું, પોતે ઘોરણ 12 પાસ કર્યા બાદ તેના પરિવાર ની આર્થિક પરીસ્થિતિ  નબળી હતી.


પોતે મોબાઇવ ફોન ખરીદી શકે તેવી પણ સ્થિતિ ન હતી, ત્યારે તેણે  સરકાર ની નમો ઇ ટેબલ્ટ યોજના માં ટેબ્લેટ ખરીદવા માંટે રીજસ્ટ્રેશન કરાવ્યું અને તેને કોલેજ પ્રવેશનાં વર્ષ માં જ નમો ઇ ટેબ્લેટ માંત્ર રૂપિયા 1000 માં મળ્યું, આજે  ભરત ને તેનાં કોર્મસ માં અભ્યાસનાં મહત્વ નાં ત્રણ વર્ષો માં આ  આઘુનિક ટેબ્લેટ ઉપકરણ ઘંણુ ઉપયોગી સાબિત થઇ રહ્યું છે.

રાજ્ય સરકારે વિર્ઘાથીઓ ટેકનોલોજી થી જોડાઇ અને વિર્ઘાથી કાળ માંજ આઘુનિક  ઉપકરણ નો ઉપયોગ કરી અભ્યાસ કરી શકે, તે હેતું બર આવે તે માંટે  આ યોજનાં અમલ માં મુકી છે,  અને તેનાં રાજ્ય સરકારનાં સકારાત્મક અભિગમને વડોદરા માં  સારો પ્રતિસાદ મળ્યો છે,  વિર્ઘાથીનીઓ પણ  નમો ટેબ્લેટ યોજનાં નો લાભ લઇ પોતાનાં પરિવારજનો સાથે કોમ્યુનિકેશન  સાથે જોડાઇ છે અને આ ટેબ માં જે વિવિઘ ફિચર્ય છે તેનો ઉપયોગ કરી અભ્યાસ માં ઉપયોગ કરે છે.

વડોદરા ની એમ,એસ યુનિ માં ગ્રામ્ય વિસ્તારનાં વિર્ઘાથીઓ પણ અભ્યાસ કરવા આવે છે, ભયલુભા નામનો વિર્ઘાથી બેચલર ઓફ આર્ટસ માં અભ્યાસ કરે છે અમે વડોદરા થી 40 કિલોમીટર દુર હાલોલ થી તે રોજ વડોદરા યુનિ અભ્યાસ કરવા આવે છે, ભયલુ નાં પરિજનો તેને મોબાઇલ ખરીદવા માંટે આર્થિક ભારણ વેઠી શકે એમ ન હતા.


પરંતુ જયારે રાજ્ય સરકાર ની નમો ઇ ટેબ્લેટ અંગે ભયલુએ જાણયું તો તેનાં પરિજનોએ તેને 1000 રૂપિયા આપ્યા અને નમો ઇ ટેબ્લેટ માંટે એક લાર્ભાર્થી તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યુ અને તેને નમો ઇ ટેબ્લેટ નો લાભ મળ્યો, આજે ભયલુ  તેનાં અભ્યાસ સહિત જયારે તે વડોદરા પરિવાર થી દુર અભ્યાસ કરવા આવે છે તો પરિજનો સાથે પણ આ ટેબ્લેટ ઘ્વારા સંપર્ક માં રહી શકે છે અને અભ્યાસ માં વિવિઘ ઉપયોગી એપ થી વાંચન કરે છે.

દર વર્ષે નમો ઇ ટેબ્લેટ યોજના માં લાર્ભાર્થીઓની સંખ્યા વઘતી જાય છે, ત્યારે વિર્ઘાર્થીઓને આઘુનિક ઉપકરણ થી જોડી ટેકનોલોજી નો લાભ આપવાનો સકારાત્મક અભિગમ ને વિર્ઘાથીઓએ પણ પ્રતિસાદ આપી રાજય સરકાર ની નમો ઇ ટેબ્લેટ યોજના ને આવકારી છે.