બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 10550 ની ઊપર બંધ, સેન્સેક્સ 429 અંક વધ્યો

ના રોજ પ્રકાશિત Thu, 02, 2020 પર 15:36  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 10550 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 35840 ની પાર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 10,598.20 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 36,014.92 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.11 ટકા વધીને 13,223.06 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.91 ટકાની મજબૂતીની સાથે 12,542.30 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 429.25 અંક એટલે કે 1.21 ટકાની મજબૂતીની સાથે 35843.70 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 132 અંક એટલે કે 1.27 ટકાની વધારાની સાથે 10562 ના સ્તર પર બંધ થયા છે.


આજે બેન્કિંગ, આઈટી, એફએમસીજી, ફાર્મા, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, મેટલ અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.01 ટકાના મામૂલી વધારાની સાથે 21,979.15 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પીએસયુ બેન્ક શેરોમાં દબાણ જોવાને મળ્યુ છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં એમએન્ડએમ, હિરો મોટોકૉર્પ, ટાઈટન, સિપ્લા, એચસીએલ ટેક અને ઈન્ફોસિસ 3.29-6.42 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં એક્સિસ બેન્ક, યુપીએલ, વેદાંતા, એચયુએલ, આઈશર મોટર્સ અને ભારતી એરટેલ 0.29-1.95 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં ટાટા પાવર, સ્ટરલાઈટ ટેક્નોલૉજી, એનબીસીસી(ઈન્ડિયા), ફ્યુચર રિટેલ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ 7.93-4.95 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, ફોનિક્સ મિલ્સ, એન્જિનયર ઈન્ડસ્ટ્રીઝ, પ્રેસ્ટીજ એસ્ટેટ અને એન્ડયુરન્સ ટેક્નોલૉજી 2.66-2.21 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં બેનકો પ્રોડક્ટ્સ, કિંગફા સાઈન્સ, ફિલિપ્સ કાર્બન, ટેક્સમેકો રેલ અને રાણે હોલ્ડિંગ્સ 19.99-10.46 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ઓમેક્સ, બીએલએસ ઈન્ટરનેશન, ઓરિઓન પ્રો, એફઆઈઈએમ ઈન્ડસ્ટ્રીઝ અને કેપિટલ ટ્રસ્ટ 9.99-5 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.