બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 10600 ની ઊપર બંધ, સેન્સેક્સ 177 અંક વધ્યો

ના રોજ પ્રકાશિત Fri, 03, 2020 પર 15:44  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 10600 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 36000 ની પાર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 10,631.30 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 36,110.21 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.56 ટકા વધીને 13,288.70 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.47 ટકાની મજબૂતીની સાથે 12,603.02 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 177.72 અંક એટલે કે 0.50 ટકાની મજબૂતીની સાથે 36021.42 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 55.70 અંક એટલે કે 0.53 ટકાની વધારાની સાથે 10607.40 ના સ્તર પર બંધ થયા છે.

આજે ફાર્મા, રિયલ્ટી, આઈટી, એફએમસીજી અને ઑટો શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.46 ટકાના ઘટાડાની સાથે 21,852.40 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાઈનાન્સ સર્વિસ, મેટલ, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં દબાણ જોવાને મળ્યુ છે.


આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં આઈશર મોટર્સ, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, હિરો મોટોકૉર્પ અને એનટીપીસી 1.98-4.18 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, ઝિ એન્ટરટેનમેન્ટ, એચડીએફસી બેન્ક અને સિપ્લા 1.19-1.77 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં હિંદુસ્તાન એરોન, સિન્જિનસ, આઈડીબીઆઈ બેન્ક, રિલેક્સો ફૂટવેર અને નેટકો ફાર્મા 9.79-4.30 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ક્વેસ કૉર્પ, ઈન્ડિયાબુલ્સ વેન્ચર, જેએસડબ્લ્યુ એનર્જી, ફ્યુચર રિટેલ અને એબી કેપિટલ 4.96-2.74 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં બીજીઆર એનર્જી, લિબર્ટી શુઝ, મિર્ઝા, ભારત ડાયનેમિક્સ અને અલ્ટ્રામારિન 19.97-11.14 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ઓમેક્સ ધાનુશ્રી વેન્ચર, નેલકાસ્ટ, શારદા કૉર્પ અને રૂચી સોયા 9.97-5 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.