બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 10600 ની ઊપર બંધ, સેન્સેક્સ 18 અંક વધ્યો

ના રોજ પ્રકાશિત Wed, 15, 2020 પર 15:47  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 10600 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 36000 ની પાર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 10,827.45 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 36,810.25 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.11 ટકા વધીને 13,497.97 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.61 ટકાની મજબૂતીની સાથે 12,862.61 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 18.75 અંક એટલે કે 0.05 ટકાની મજબૂતીની સાથે 36051.81 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 10.80 અંક એટલે કે 0.10 ટકાની વધારાની સાથે 10618.20 ના સ્તર પર બંધ થયા છે.

આજે મેટલ, ફાર્મા, આઈટી, એફએમસીજી અને ઑટો શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.24 ટકાના ઘટાડાની સાથે 21,340.75 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પીએસયુ બેન્ક, રિયલ્ટી અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં દબાણ જોવાને મળ્યુ છે.


આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં વિપ્રો, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને એક્સિસ બેન્ક 2.71-16.89 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં રિલાયન્સ, ભારતી એરટેલ, ઝિ એન્ટરટેનમેન્ટ, ગેલ, ભારતી ઈન્ફ્રાટેલ, અદાણી પોર્ટ્સ અને ટાટા મોટર્સ 1.62-3.89 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં એમફેસિસ, ઈન્ફો એજ, એડલવાઈઝ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી અને ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ 6.43-3.22 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં એલએન્ડટી ફાઈનાન્સ, ફ્યુચર રિટેલ, બીએચઈએલ, ગોદરેજ પ્રોપર્ટી અને હિંદુસ્તાન એરોન 5.21-3.61 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં સ્ટરલાઈટ ટેક્નોલૉજી, સુવેન ફાર્મા, એનઆઈઆઈટી ટેક, સંધવિ મુવર્સ અને પનામા પેટ્રો 10.26-9.89 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં બીએફ ઈન્વેસ્ટમેન્ટ, આઈઓએલ કેમિકલ્સ, ફિનોલેક્સ કેમિકલ્સ, ઝેન ટેક અને અપોલો માઈક્રો સિસ્ટમ 13.77-9.72 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.