બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 10700 ની ઊપર બંધ, સેન્સેક્સ 419 અંક વધ્યો

ના રોજ પ્રકાશિત Thu, 16, 2020 પર 15:40  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 10700 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 36470 ની પાર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 10,755.30 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 36,524.62 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપમાં વેચવાલી અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.71 ટકા વધીને 13,323.98 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.13 ટકાની નબળાઈની સાથે 12,642.26 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 419.87 અંક એટલે કે 1.16 ટકાની મજબૂતીની સાથે 36471.68 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 121.80 અંક એટલે કે 1.15 ટકાની વધારાની સાથે 10740 ના સ્તર પર બંધ થયા છે.


આજે બેન્કિંગ, પ્રાઈવેટ બેન્ક, આઈટી ફાઈનાન્સ સર્વિસ, ઑટો, પીએસયુ બેન્ક, મેટલ, ફાર્મા અને એફએમસીજી શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.99 ટકાના વધારાની સાથે 21,551.70 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે રિયલ્ટી શેરોમાં દબાણ જોવાને મળ્યુ છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, બીપીસીએલ, સિપ્લા, એમએન્ડએમ, બ્રિટાનિયા અને ઈન્ડસઈન્ડ બેન્ક 3.37-9.51 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં ભારતી ઈન્ફ્રાટેલ, ટેક મહિન્દ્રા, આઈટીસી, ઝિ એન્ટરટેનમેન્ટ, આઈઓસી, કોલ ઈન્ડિયા અને એનટીપીસી 1.48-7.04 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં મેક્સ ફાઈનાન્શિયલ, જિંદાલ સ્ટીલ, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ, મુથૂટ ફાઈનાન્સ અને એડલવાઈઝ 8.13-4.97 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, આઈડીબીઆઈ બેન્ક, એન્ડ્યોરન્સ ટેક્નોલૉજી, ઑયલ ઈન્ડિયા અને વરેકો એન્જિનયર 4.97-2.31 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં બજાજ કંઝ્યુમર, આઈએસએલ, ઈદ પેરી, બીએફ યુટિલિટીઝ અને ન્યુલેન્ડ લેબ 19.99-9.99 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં હાથવે કેબલ, પ્રેસ્ટીજ એસ્ટેટ, બાલાજી એમિન્સ, સંધિ ઈન્ડસ્ટ્રીઝ અને આઈઓએલ કેમિકલ્સ 9.6-5.45 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.