બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 11200 ઊપર બંધ, સેન્સેક્સ 94 અંક વધ્યો

ના રોજ પ્રકાશિત Wed, 30, 2020 પર 15:45  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 11200 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 38067.93 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 11,295.40 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 38,236.34 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.05 ટકા મામૂલી વધીને 14,705.17 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.04 ટકાની મજબૂતીની સાથે 14,867.36 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 94.71 અંક એટલે કે 0.25 ટકાની મજબૂતીની સાથે 38067.93 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 4.10 અંક એટલે કે 0.04 ટકાની વધારાની સાથે 11226.50 ના સ્તર પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી અને ફાર્મા 0.17-1.34 શેરોમાં ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.02 ટકાના વધારાની સાથે 21,415.70 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, મેટલ, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ગ્રાસિમ, ટેક મહિન્દ્રા, ટાઈટન, નેસ્લે ઈન્ડિયા અને ડૉ.રેડ્ડીઝ 1.92-2.99 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં બીપીસીએલ, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઈન્ડુસઈન્ડ બેન્ક અને એચડીએફસી લાઈફ 2.08-9.00 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં એમફેસિસ, એંડ્યોરન્સ ટેક્નોલોજી, સીજી કંઝ્યુમર, અપોલો હોસ્પિટલ અને અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ 5.73-3.45 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં સેલ, ફ્યુચર રિટેલ, જેએસડબ્લ્યુ એનર્જી, જિંદાલ સ્ટીલ અને અદાણી ટ્રાન્સફર 5.49-3.12 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં ગાર્ડન રિચ, તાજ જીવીકે હોટલ્સ, એડવાન્સ્ડ એનઝિમિ, જિંદાલ (હિસાર) અને હિંમતસિંગકા 13.15-7.06 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં મંગલમ ઑર્ગેનિક, ગતિ, એસ્ટર ડીએમ હેલ્થ, ફ્યુચર સપ્લાય અને ફ્યુચર લાઈફ 10-4.95 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.