બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 11300 ઊપર બંધ, સેન્સેક્સ 224 અંક વધ્યો

ના રોજ પ્રકાશિત Tue, 11, 2020 પર 15:44  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 11300 ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 38400 ની પાર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 11,373.60 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 38,556.27 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.12 ટકા ઘટીને 14,403.02 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.22 ટકાની નબળાઈની સાથે 13,839.22 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 224.93 અંક એટલે કે 0.59 ટકાની મજબૂતીની સાથે 38407.01 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 62.00 અંક એટલે કે 0.55 ટકાની વધારાની સાથે 11332.20 ના સ્તર પર બંધ થયા છે.

આજે મેટલ, ફાઈનાન્સ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, એફએમસીજી અને ઑટો શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 1.49 ટકાના વધારાની સાથે 22,227.20 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી, ફાર્મા અને રિયલ્ટીના શેરોમાં દબાણ જોવાને મળ્યુ છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઝિ એન્ટરટેનમેન્ટ, એક્સિસ બેન્ક, બીપીસીએલ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ઈન્ડુસઈન્ડ બેન્ક અને આઈટીસી 2.34-5.03 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં શ્રી સિમેન્ટ, ટાઈટન, યુપીએલ, સિપ્લા, ડૉ.રેડ્ડીઝ અને ગ્રાસિમ 1.66-3.94 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં ઈમામી, ઈન્ડિયન બેન્ક, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, જિંદાલ સ્ટીલ અને યુનિયન બેન્ક 9.34-4.24 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં આલ્કેમ લેબ, ટોરેન્ટ ફાર્મા, અજંતા ફાર્મા, ઈન્ફો એજ અને ચોલામંડલમ 6.15-3.19 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં ઈરોઝ આઈએનટીએલ, જીએમએમ પફુડલર, વૈભવ ગ્લોબલ, અતુલ ઑટો અને કેપેસાઈટ ઈન્ફ્રા 16.15-12.03 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં સુંદર મેનેજર્સ, નાથ બાયો-જેન્ટ્સ, ટ્રાન્સપેક, કેર રેટિંગ્સ અને લૉરસ લેબ્સ 9.02-6.44 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.