બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 11600 ઊપર બંધ, સેન્સેક્સ 258 અંક વધ્યો

ના રોજ પ્રકાશિત Wed, 16, 2020 પર 15:48  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 11600 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 39302.85 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 11,618.10 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 39,359.51 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.21 ટકા વધીને 15,045.80 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.44 ટકાની મજબૂતીની સાથે 15,430.90 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 258.50 અંક એટલે કે 0.66 ટકાની મજબૂતીની સાથે 39302.85 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 82.70 અંક એટલે કે 0.72 ટકાની વધારાની સાથે 11604 ના સ્તર પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આટી, ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, રિયલ્ટી અને પ્રાઈવેટ બેન્ક 2.26-0.41 શેરોમાં ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.48 ટકાના વધારાની સાથે 22,573.55 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પીએસયુ બેન્કના શેરોમાં વેચવાલીનું દબાણ જોવાને મળ્યુ છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ડૉ.રેડ્ડીઝ, એમએન્ડએમ, હિંડાલ્કો, બજાજ ઑટો, બ્રિટાનિયા, સન ફાર્મા અને એચડીએફસી બેન્ક 2.06-4.44 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, એનટીપીસી, ભારતી ઈન્ફ્રાટેલ, એસબીઆઈ, એક્સિસ બેન્ક, ઓએનજીસી અને ભારતી એરટેલ 0.82-2.00 ટકા સુધી ઘટીને બંધ થયા છે.


મિડકેપ શેરોમાં રેમ્કો સિમેન્ટસ, અદાણી એન્ટરપ્રાઈઝ, એલએન્ડટી ફાઈનાન્સ, વરેકો એન્જિનયર અને ઓબરોય રિયલ્ટી 4.82-3.04 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં સેલ, સન ટીવી નેટવર્ક, ઈમામી, નેટકો ફાર્મા અને કેસ્ટ્રોલ 3.68-1.92 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં ઈન્ડોસ્ટાર કેપિટલ, મન ઈન્ડસ્ટ્રીઝ, ટ્રાનસ્પેક, બિરલાસૉફ્ટ અને લિંડે ઈન્ડિયા 16.03-11.84 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં વેબકો ઈન્ડિયા, રેલિગેર એન્ટરપ્રાઈઝ, એક્સિકેડ, કેલ્ટોન ટેક અને આઈટીડી સિમેટેન્શન 8.92-4.95 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.