બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 15770 ની ઊપર બંધ, સેન્સેક્સ 209 અંક વધ્યો

આજે નિફ્ટી 15770 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 52653.07 પર બંધ થયા.
ના રોજ પ્રકાશિત Thu, 29, 2021 પર 15:47  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 15770 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 52653.07 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 15,817.35 સુધી પહોંચી તો સેન્સેક્સ 52,777.18 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારી જોવા મળી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.39 ટકા ઉછળીને 22,968.22 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.90 ટકાની મજબૂતીની સાથે 26,603.29 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 209.36 અંક એટલે કે 0.40 ટકાની મજબૂતીની સાથે 52653.07 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 69.10 અંક એટલે કે 0.44 ટકાની તેજીની સાથે 15778.50 ના સ્તર પર બંધ થયા છે.

આજે ફાઈનાન્સ સર્વિસ, રિયલ્ટી, મેટલ, પીએસયુ બેન્ક, આઈટી અને ઑટો શેરોમાં 0.42-5.02 ટકાની વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.46 ટકાના વધારાની સાથે 34,691.50 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પ્રાઈવેટ બેન્ક, ફાર્મા અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવાને મળ્યો છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં હિંડાલ્કો, ટાટા સ્ટીલ, એસબીઆઈ, બજાજ ફિનસર્વ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ટાટા મોટર્સ 3.29-10.17 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં મારૂતિ સુઝુકી, પાવર ગ્રિડ, બજાજ ઑટો, આઈટીસી, કોલ ઈન્ડિયા અને ડૉ.રેડ્ડીઝ 1.33-2.32 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં યુનિયન બેન્ક, એલએન્ડટી ઈન્ફોટેક, સેલ, કેનેરા બેન્ક અને એમએન્ડએમ ફાઈનાન્શિયલ 4.53-8.59 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં કોલગેટ, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, અમારા રાજા, ટીવીએસ મોટર અને બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ 2.22-4.81 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં સ્વાન એનર્જી, એનઆર અગ્રવાલ, વી-માર્ટ રિટેલ, સચિંદર ઈન્ફ્રા અને ઈન્ડિયન મેટલ્સ 11.55-19.99 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં રેમ્કો સિસ્ટમ, એચએસઆઈએલ, પીસી જ્વેલર, પ્રિઝમ જોનસ્ન અને ઈનટલેક્ટ ડિઝાઈન 5.24-11.7 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.