બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 9970 ની ઊપર બંધ, સેન્સેક્સ 522 અંક વધ્યો

ના રોજ પ્રકાશિત Tue, 02, 2020 પર 15:55  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 9970 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 33825.53 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 9,995.60 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 33,866.63 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.20 ટકા વધીને 12,302.69 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.83 ટકાની મજબૂતીની સાથે 11,428.41 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 522.01 અંક એટલે કે 1.57 ટકાની મજબૂતીની સાથે 33825.53 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 152.95 અંક એટલે કે 1.56 ટકાની વધારાની સાથે 9979.10 ના સ્તર પર બંધ થયા છે.

આજે આઈટી, ઑટો, પીએસયુ બેન્ક, મેટલ, ફાર્મા, ફાઈનાન્સ સર્વિસ અને રિયલ્ટી શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 2.86 ટકાના વધારાની સાથે 20530.20 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજીના શેરોમાં ઘટાડો જોવાને મળ્યો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, ઝિ એન્ટરટેનમેન્ટ, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા બેન્ક, ટાટા મોટર્સ અને ઈન્ડસઈન્ડ બેન્ક 6.75-9.51 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં કોલ ઈન્ડિયા, મારૂતિ સુઝુકી, બીપીસીએલ, આઈટીસી અને ડૉ.રેડ્ડીઝ 1.20-3.30 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં આઈડીબીઆઈ બેન્ક, એબી કેપિટલ, ચોલામંડલમ, જેએસડબ્લ્યુ એનર્જી અને એજીએલ 19.92-8.06 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં મેક્સ ફાઈનાન્શિયલ, વરૂણ બેવરેજીસ, ઈન્ફો એજ, વી-ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ અને બેયર કૉર્પસાઈન્સ 3.41-2.06 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં વીએસટી ટીલ્લર્સ, પાવર મેચ, શોપર્સ સ્ટૉપ, બીએલએસ ઈન્ટરનેશન અને અરવિંદ 20-19.87 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં પ્રાઈમ ફોક્સ, શિવા ટેક્સયન, ઈન્ટ્રાસૉફ્ટ ટેક, પ્રેક્ષિક હોમ અને ઈન્ડિયન હ્યુમ 5.45-4.5 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.