બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 10700 ની આસપાસ બંધ, સેન્સેક્સ 345 અંક તૂટ્યો

ના રોજ પ્રકાશિત Wed, 08, 2020 પર 15:47  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 0.9 ટકા નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 10700 ની આસપાસ બંધ થયા છે અને સેન્સેક્સ 36329 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 345 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 93 અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.39 ટકા સુધી ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.39 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.43 ટકાની નબળાઈની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 345.51 અંક એટલે કે 0.94 ટકાના ઘટાડાની સાથે 36329.01 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 93.90 અંક એટલે કે 0.87 ટકા ઘટીને 10705.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, રિયલ્ટી, આઈટી, ફાઈનાન્સ સર્વિસ અને ઑટો શેરોમાં 0.19-1.95 ટકા સુધીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.19 ટકાના ઘટાડાની સાથે 22,584.65 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, મેટલ, ફાર્મા અને પીએસયુ બેન્ક શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, ઝિ એન્ટરટેનમેન્ટ, એશિયન પેંટ્સ, ટાટા મોટર્સ, એચસીએલ ટેક, મારૂતિ સુઝુકી અને બજાજ ફિનસર્વ 2.82-4.62 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, વેદાંતા, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિંડાલ્કો, ડૉ.રેડ્ડીઝ અને એસબીઆઈ 1.64-4.50 ટકા વધ્યો છે.

મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, આઈડીબીઆઈ બેન્ક, ક્યુમિન્સ, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ અને આદિત્ય બિરલા ફેશન 4.99-3.91 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં સેલ, નાલ્કો, વેરરોક એન્જીનયર્સ, શ્રીરામ ટ્રાન્સફર અને ટાટા કંસ્ટ્રક્શન પ્રોડક્ટ 8.94-4.57 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં અરવિંદ સ્માર્ટ, બીજીઆર એનર્જી, એપ્ટેક, એસઆરએલ અને ટેસ્ટી બાઈટ 9.93-5.91 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં એમએમટીસી, ન્યુઝેન સૉફટવેર, આઈએસજીઈસી હેવી એન્જીનયરિંગ, હિંદ કૉપર અને યુકેન ઈન્ડિયા 19.67-10.00 ટકા સુધી ઉછળા છે.