બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 10799 પર બંધ, સેન્સેક્સ 187 અંક વધ્યો

ના રોજ પ્રકાશિત Tue, 07, 2020 પર 15:45  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 10799 પર બંધ થયા જ્યારે સેન્સેક્સે 36670 ની પાર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 10,813.80 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 36,723.27 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.58 ટકા વધીને 13,535.97 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.57 ટકાની મજબૂતીની સાથે 12,839.77 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 187.24 અંક એટલે કે 0.51 ટકાની મજબૂતીની સાથે 36674.52 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 36.00 અંક એટલે કે 0.33 ટકાની વધારાની સાથે 10799.70 ના સ્તર પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, પ્રાઈવેટ બેન્ક, આઈટી ફાઈનાન્સ સર્વિસ અને ઑટો શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 1.93 ટકાના વધારાની સાથે 22,628 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, પીએસયુ બેન્ક, મેટલ, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં દબાણ જોવાને મળ્યુ છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, આઈશર મોટર્સ અને આઈસીઆઈસીઆઈ બેન્ક 3.52-7.76 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં અદાણી પોર્ટ્સ, પાવર ગ્રિડ, ગ્રાસિમ, બીપીસીએલ, આઈટીસી અને એનટીપીસી 2.52-3.53 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં મોતિલાલ ઓસવાલ, એનબીસીસી(ઈન્ડિયા), ચોલામંડલમ, હુડકો અને બૉમ્બે બર્મા 8.50-5.07 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં આઈજીએલ, આઈડીબીઆઈ બેન્ક, ફ્યુચર રિટેલ, મહાનગર ગેસ અને કેઆરબીએલ 5.88-3.68 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં બીજીઆર એનર્જી, મેંગ્લોર કેમિકલ, ગુજરાત હેવી કેમિકલ, મહા સ્કૂટર અને ગતિ 19.96-15.60 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ત્રિવેણી ટર્બાઈન, સ્વેલેક્ટ એનર્જી, નેલકો, કિર્લોસ્કર અને અક્ષર કેમિકલ્સ 7.22-5.29 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.