બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 11200 પર બંધ, સેન્સેક્સ 362 અંક વધ્યો

ના રોજ પ્રકાશિત Thu, 06, 2020 પર 15:46  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 11200 પર બંધ થયા જ્યારે સેન્સેક્સે 38000 ઊપર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 11,256.80 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 38,221.40 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.77 ટકા વધીને 14,016.85 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.99 ટકાની મજબૂતીની સાથે 13,562.23 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 362.12 અંક એટલે કે 0.96 ટકાની મજબૂતીની સાથે 38025.45 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 98.50 અંક એટલે કે 0.89 ટકાની વધારાની સાથે 11200.20 ના સ્તર પર બંધ થયા છે.


આજે મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસ, એફએમસીજી, આઈટી અને ઑટો શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.62 ટકાના વધારાની સાથે 21,642.60 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પીએસયુ બેન્કના શેરોમાં દબાણ જોવાને મળ્યુ છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ટાટા સ્ટીલ, ઈન્ફોસિસ, ગેલ, બજાજ ફાઈનાન્સ, યુપીએલ, ઝિ એન્ટરટેનમેન્ટ અને ટીસીએસ 2.23-3.81 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં આઈશર મોટર્સ, શ્રી સિમેન્ટ, અદાણી પોર્ટ્સ, એમએન્ડએમ, ડૉ.રેડ્ડીઝ અને એક્સિસ બેન્ક 0.45-1.29 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં ટાટા કન્ઝયુમર પ્રોડક્ટ, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, વેરેકો એન્જિનયર, ટોરેન્ટ ફાર્મા અને સીજી કંઝ્યુમર 7.86-3.88 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં મુથૂટ ફાઈનાન્સ, નેટકો ફાર્મા, બીએચઈએલ, એબીબી ઈન્ડિયા અને મોતિલાલ ઓસવાલ 3.56-1.37 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં આરતી ડ્રગ્સ, બિરલાસૉફ્ટ, વિમતા લેબ્સ, એસ્ટ્રલ પોલિ ટેક અને કેપ્લિન લેબ્સ 20-9.99 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં જેબીએમ ઑટો, ગ્લફ ઑયલ લ્યુબરિક, બીએએસએફ, સિયારામ સિલ્ક અને હિંમતસિંગકા 7.51-5.37 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.