બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 11250 પર બંધ, સેન્સેક્સ 811 અંક લપસ્યો

ના રોજ પ્રકાશિત Mon, 21, 2020 પર 15:40  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 11250 ની પર બંધ થયા છે અને સેન્સેક્સ 38034.14 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 811 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 254 અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 3.43 ટકા સુધીને લપસીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 4.06 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 3.61 ટકાની ઘટીને બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 811.68 અંક એટલે કે 2.09 ટકાના ઘટાડાની સાથે 38034.14 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 254.50 અંક એટલે કે 2.21 ટકા ઘટીને 11250.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, એફએમસીજી, રિયલ્ટી, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા અને આઈટી શેરોમાં 5.98-0.71 ટકા સુધીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 3.36 ટકાના ઘટાડાની સાથે 21,290.10 ના સ્તર પર બંધ થયા છે.

દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા મોટર્સ, હિંડાલ્કો, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ભારતી એરટેલ અને ભારતી ઈન્ફ્રાટેલ 5.44-8.55 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટીસીએસ, ઈન્ફોસિસ અને કોટક મહિન્દ્રા બેન્ક 0.25-0.78 ટકા વધ્યો છે.

મિડકેપ શેરોમાં જિંદાલ સ્ટીલ, એબી કેપિટલ, ભારત ઈલેક્ટ્રિક, સેલ અને ટાટા કંન્ઝયુમર 12.72-6.88 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ, નેટકો ફાર્મા, ક્રિસિલ અને આલ્કેમ લેબ 3.26-0.11 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ઓલેક્ટ્રા ગ્રીન, સંધી ઈન્ડસ્ટ્રીઝ, હિકલ અને ઈન્ડિયાબુલ્સ રિયલ 13.44-9.36 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં સાસ્કેન ટેક, સિગનિટિ ટેક, ન્યુક્લુયસ સૉફ્ટવેર, આઈએસએલ અને વિશ્વરાજ શુગર 9.52-5.10 ટકા સુધી ઉછળા છે.