બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 15790 પર બંધ, સેન્સેક્સ 392 અંક વધ્યો

આજે નિફ્ટી 15790 પર બંધ થયા જ્યારે સેન્સેક્સે 52699 પર બંધ થયા.
ના રોજ પ્રકાશિત Thu, 24, 2021 પર 15:49  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 15790 પર બંધ થયા જ્યારે સેન્સેક્સે 52699 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 15,821.40 સુધી પહોંચી તો સેન્સેક્સ 52,830.68 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલી જોવા મળી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.51 ટકા લપસીને 22,320.39 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.22 ટકાની નબળાઈની સાથે 24,896.86 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 392.92 અંક એટલે કે 0.75 ટકાની મજબૂતીની સાથે 52699 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 103.50 અંક એટલે કે 0.66 ટકાની તેજીની સાથે 15790.50 ના સ્તર પર બંધ થયા છે.

આજે ફાઈનાન્સ સર્વિસ, રિયલ્ટી, એફએમસીજી, પ્રાઈવેટ બેન્ક, મેટલ, આઈટી અને ઑટો શેરોમાં 0.15-2.79 ટકાની ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.73 ટકાના વધારાની સાથે 34,827 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાર્મા અને પીએસયુ બેન્ક શેરોમાં ઘટાડો જોવાને મળ્યો છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, ટીસીએસ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા, એલએન્ડટી અને એશિયન પેંટ્સ 1.90-3.52 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં રિલાયન્સ, આઈઓસી, કોલ ઈન્ડિયા, શ્રી સિમેન્ટ, ભારતી એરટેલ અને ઓએનજીસી 0.73-2.61 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં પીએન્ડજી, એમફેસિસ, ઑયલ ઈન્ડિયા, ઈન્ડિયન હોટલ્સ અને ભારત ઈલેક્ટ્રોનિક 2.02-3.49 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં અદાણી પાવર, અદાણી ટ્રાન્સફર, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, ટોરેન્ટ પાવર અને અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ 2.66-4.97 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં ઉત્તમ શુગર, અવધ શુગર, અજમેરા રિયલ્ટી, ડાલમિયા શુગર અને યુટીઆઈ એએમસી 11.80-20.00 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં પીએનબી ગિલ્ટ્સ, મુંજાલ શૉવા, સચેંદર ઈન્ફ્રા, અદાણી ટોટલ ગેસ અને હિંદુજા ગ્લોબલ 5-9.82 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.