બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 10650 ની નીચે બંધ, સેન્સેક્સ 660 અંક તૂટ્યો

ના રોજ પ્રકાશિત Tue, 14, 2020 પર 15:47  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 1.8 ટકા નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 10650 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 36033 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 660 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 195 અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.95 ટકા સુધીને ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.08 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.93 ટકાની નબળાઈની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 660.63 અંક એટલે કે 1.80 ટકાના ઘટાડાની સાથે 36033.06 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 195.30 અંક એટલે કે 1.81 ટકા ઘટીને 10607.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્સ સર્વિસ, મેટલ, રિયલ્ટી, એફએમસીજી, આઈટી અને ઑટો શેરોમાં 3.32-0.90 ટકા સુધીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 3.16 ટકાના ઘટાડાની સાથે 21,392.20 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાર્મા શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, આઈશર મોટર્સ, ઝિ એન્ટરટેનમેન્ટ, અદાણી પોર્ટ્સ, બજાજ ફિનસર્વ અને મારૂતિ 3.50-5.49 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ડૉ.રેડ્ડીઝ, ટાઈટન અને ભારતી એરટેલ 0.27-1.94 ટકા વધ્યો છે.

મિડકેપ શેરોમાં બીએચઈએલ, આરબીએલ બેન્ક, એલએન્ડટી ફાઈનાન્સ, વરોક એન્જિનયર્સ અને આઈડીબીઆઈ બેન્ક 8.58-4.98 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં બાયકૉન, ફ્યુચર રિટેલ, આલ્કેમ લેબ, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ અને ટોરેન્ટ ફાર્મા 5.51-2.93 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં આઈઓએલ કેમિકલ્સ, બીજીઆર એનર્જી, જિંદાલ (હિસર), આરએસડબ્લ્યુએમ અને હિંદ કૉપર 8.94-6.46 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં હાથવે કેબલ, બોદલ કેમિકલ્સ, બીએફ ઈન્વેસ્ટમેન્ટ, ઝેન ટેક અને બીએફ યુટિલિટીઝ 20-9.98 ટકા સુધી ઉછળા છે.