બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 10800 ની નીચે બંધ, સેન્સેક્સ 143 અંક તૂટ્યો

ના રોજ પ્રકાશિત Fri, 10, 2020 પર 15:45  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ 0.39 અને નિફ્ટી 0.42 ટકા નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 10800 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 36594 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 143 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 45 અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.72 ટકા સુધીને ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.71 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.35 ટકાની નબળાઈની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 143.36 અંક એટલે કે 0.39 ટકાના ઘટાડાની સાથે 36594.33 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 45.50 અંક એટલે કે 0.42 ટકા ઘટીને 10768 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્સ સર્વિસ, મેટલ અને ઑટો શેરોમાં 2.67-0.63 ટકા સુધીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 2.22 ટકાના ઘટાડાની સાથે 22,398.45 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, ફાર્મા, આઈટી અને રિયલ્ટી શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં એક્સિસ બેન્ક, ગેલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી, ભારતી ઈન્ફ્રાટેલ અને ટાઈટન 2.60-3.21 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં રિલાયન્સ, એચયુએલ, સન ફાર્મા, બ્રિટાનિયા, ભારતી એરટેલ અને ટીસીએસ 0.79-3.11 ટકા વધ્યો છે.


મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, આઈડીબીઆઈ બેન્ક, ટાટા પાવર, યુનાઈટેડ બ્રુઅરીઝ અને પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ 4.99-3.87 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં એન્ડયોરન્સ ટેકનોલૉજી, જિંદાલ સ્ટીલ, બાયોકૉન, એડલવાઈઝ અને વેરરોક એન્જિયર 3.95-1.75 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં કોસ્ટલ કૉર્પ, રેમકી ઈન્ફ્રા, પેનામા પેટ્રો, ઈન્ડો કાઉન્ટ અને આરએસડબ્લ્યુએમ 10.76-5.27 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં મેડિસિમેન બાયો, આઈઓએલ કેમિકલ્સ, સિમેક, બોમ્બે બર્મા અને ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ 16.64-9.51 ટકા સુધી ઉછળા છે.