બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 15710 ની નીચે બંધ, સેન્સેક્સ 135 અંક તૂટ્યો

અંતમાં નિફ્ટી 15710 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 52443.71 પર બંધ થયા છે.
ના રોજ પ્રકાશિત Wed, 28, 2021 પર 15:50  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 15710 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 52443.71 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 135 અંકો સુધીના ગોથા લગાવ્યા છે. જ્યારે નિફ્ટી 37 અંકો સુધી ગોથા લગાવ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ઘટાડો જોવાને મળ્યો છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ સપાટ થઈને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.51 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.45 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 135.05 અંક એટલે કે 0.26 ટકાના ઘટાડાની સાથે 52443.71 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 37.10 અંક એટલે કે 0.24 ટકા તૂટીને 15709.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, ઑટો, રિયલ્ટી અને પીએસયુ બેન્ક શેરોમાં 0.18-1.88 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.76 ટકાની નબળાઈની સાથે 34,532.90 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી અને મેટલ શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં કોટક મહિન્દ્રા બેન્ક, ડૉ.રેડ્ડીઝ, ટાટા મોટર્સ, એમએન્ડએમ, સિપ્લા, એનટીપીસી અને ટાટા કંઝ્યુમર 1.92-2.59 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, એસબીઆઈ લાઈફ, ડિવિઝ લેબ્સ, ઈન્ડસઈન્ડ બેન્ક અને જેએસડબ્લ્યુ સ્ટીલ 1.74-5.04 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં કેનેરા બેન્ક, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, ગ્લેક્સોસ્મિથ, ક્રિસિલ અને નેટકો ફાર્મા 2.5-4 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં અદાણી ટ્રાન્સફર, અદાણી ગ્રિન, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ, સેલ અને ભારત ઈલેક્ટ્રિક 3.49-4.66 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં ઈન્ટલેક્ટ ડિઝાઈન, ટાટા કોફી, સીસીએલ પ્રોડક્ટ્સ, પેનેસિયા બાયોટેક અને આરતી ડ્રગ્સ 6.31-10.56 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં જેકે પેપર, સેન્ચ્યુરી, ગુજરાત હેવી કેમિકલ, ટેલ અને બોમ્બે ડાયનિંગ 10.68-19.98 ટકા સુધી ઉછળા છે.