બજાર » સમાચાર » બજાર

Corona India Live: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 125 થઈ

ના રોજ પ્રકાશિત Thu, 26, 2020 પર 09:38  |  સ્ત્રોત : CNBC-Bajar

સમગ્ર વિશ્વમાં કોરોના યુગ ચાલી રહ્યું છે. દરેક જગા પર અરાજકતા જોવા મળી રહી છે. ભારત પણ આ કારોના વાયરસથી ગ્રસ્ત છે. તેની ગંભીરતા જોતાં સરકારે 14 એપ્રિલ સુધી સમગ્ર દેશ માટે લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. આજે લોકડાઉનનો બીજો દિવસ છે. દરેક જગ્યાએ નાકાબંધી છે અને જરૂરી ચીજવસ્તુની ગાડીઓ સિવાય લોકોને અવ-જવરની મંજૂરી નથી. સરકારી આંકડા અનુસાર અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 606 લોકોને સંક્રામણ થઇ ગયા છે. જે માંથી 43 લોકો સાજા થયા છે અને 12 લોકોનાં મોત થઇ ગઇ છે.


03.15 PM


હરિયાણામાં કુલ 18 કેસ છે. તે માંથી 2 ફરિદાબાદ, 10 ગુરુગ્રામ, 1 પલવાલ, 3 પાણીપત, 1 પંચકુલા અને 1 સોનીપતનો છે.


03.10 PM


જુઓ કયા દેશમાં કોરોના વાયરસના કેટલા કેસ છે. Johns Hopkinsના આંકડાના અનુસાર.


ચાઇના: લગભગ 81,731 કેસ (રિકવરી અને મૃત્યુ સહિત)


ઇટાલી: 74,386 કેસ


યુ.એસ .: 66,197 કેસ


સ્પેન: 49,515 કેસ


જર્મની: 37,323 કેસ


ઈરાન: 27,017 કેસ


ફ્રાન્સ: 25,600 કેસ


સ્વિટ્ઝર્લ :ન્ડ: 10,897 કેસ


યુકે: 9,640 કેસ


દક્ષિણ કોરિયા: 9,241 કેસ


01.56 PM


ફાઈનાન્સ મિનિસ્ટરે ઑર્ગેનાઇઝ્ડ સેક્ટર માટે મહત્વના નિર્ણય લિધા છે. તેમણે કહ્યુ છે કે કેન્દ્ર સરકાર આવતા ત્રણ મહીના સુધી કંપની અને કર્મચારીઓની તરફથી 12% + 12% EPFO માં જમા કરશે. પરંતુ તેનો ફાયદો તે કંપનીઓને મળશે જેની પાસે 100 થી ઓછા કર્મચારીઓ અને 90 ટકા કર્મચારીઓની સેલરી 15000 રૂપિયાથી ઓછી હોય. તેમાં સંગઠિત ક્ષેત્રના 80 લાખથી વધારે કર્મચારીઓ અને 4 લાખથી વધારે સંસ્થાઓને તેનો ફાયદો મળશે.


EPF સ્કીમના રેગુલેશનમાં પણ બદલાવ કરવામાં આવશે. હવે તે પોતાની EPFO માં જમા કુલ રકમના 75 ટકા એટલે કે ત્રણ મહીનાની સેલરીના બરાબર કાઢી શકશે.


01.47 PM


દેશ ભરમાં મહિલાઓ માટે 63 લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપ છે. વગર કોઈ ગિરવી અત્યાર સુધી 10 લાખ રૂપિયા સુધી લોન લઈ શકતા હતા પરંતુ હવે તેને વધારીને 20 લાખ રૂપિયા કરી દીધા છે.


01.45 PM


ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મળા સિતારામણે કહ્યુ કે ઉજ્જવલા સ્કીમ (Ujjawala Scheme) ની હેઠળ 8.3 કરોડ ગરીબ પરિવારોને 3 મહીના માટે ફ્રી સિલેંડર આપવામાં આવશે એટલે કે તેને ગેસની મુશ્કેલી ના થાય.


01:43 PM


ગરીબ વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગોના ખાતામાં પણ સરકાર સીધા પૈસા નાખશે એટલે કે તેના પૈસા વચ્ચેથી કોઈના લઈ શકે. મહિલાઓ માટે ખાસ યોજના છે કે જેની પાસે ધન જન ખાતા છે તેને આવતા ત્રણ મહીના સુધી 500-500 રૂપિયા આપવામાં આવશે.

01.40 PM

અન્ન દાતા પેકેજની હેઠળ એપ્રિલના પહેલા સપ્તાહમાં 2000 રૂપિયાની પહેલી કિસ્ત તેમના ખાતામાં નાખવામાં આવશે. તેનો ફાયદો 8.70 કરોડ કિસાનોને તેનો લાભ મળશે. મનરેગાની હેઠળ મજૂરી વધવાના નિર્ણય કરવામાં આવ્યો છે. મનરેગાની મજૂરી 182 રૂપિયાથી વધીને 202 રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેનો ફાયદો 5 કરોડ લોકોને થશે. લોકલ ડિસ્ટ્રિક મજિસ્ટ્રેટ ને આ અઘિકાર રહેશે કે Social Distancing નું ધ્યાન રાખતા તે કામ કરવાની અનુમતી આપી શકે છે.


11:15 AM


25 માર્ચે આ ન્યૂઝ આવી હતી કે બ્રિટનના 71 વર્ષના પ્રિન્સ ચાર્લ્સને પણ કોરોના વાયરસના સંક્રામણમાં આવી ગયો છે. આ પછી પ્રિન્સ વિલિયમ્સનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ રોગની મજાક ઉડાવી રહ્યો હતો.


11:10 AM


તાજા આંકડા


હેલ્થકેર અન્ડ ફેમિલી વેલફેર મિનિસ્ટ્રી અહેવાલ આપ્યો છે કે દેશમાં Covid -19 થી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 649 થઈ ગઈ છે. તે માંથી 592 એક્ટિ કેસ છે જ્યારે 42 સાજા થઇ ગયા છે અને 13 લોકોનાં મોત થઇ ગઇ છે.


10:45 AM


દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈને કહ્યું કે # Covid-19 થી સંક્રમણ લોકોની સંખ્યા વધીને દિલ્હીમાં 36 થઈ ગઈ છે. એક મહોલ્લા ડૉક્ટર અને અન્ય 4 લોકોને પણ તેનાથી સંક્રમિત થયા છે. આ લોકો એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા જે દુબઈથી પરત આવેલી. ડૉક્ટરની પત્ની અને પુત્રી પણ કોરોના પોઝિટિવ છે.


10:30 AM


મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સમાં લોકો અંતર બનાવીને બજારમાં પ્રવેશ કરી રહ્યા છે.


09:50 AM


દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ આજે ફરી મિટિંગ કરશે. આ પછી પ્રેસ કોન્ફરન્સ યોજાશે. ઇન્દોરમાં 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે મધ્યપ્રદેશમાં સંક્રિત દર્દીઓની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે.


09:30 AM


મુંબઈ અને ઠાણેમાં કોરોના વાયરસના બે નવા કેસ સામે આવ્યા છે. આ રીતે રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 124 થઈ ગઈ છે. મુંબઈ અને પુણેમાં અત્યાર સુધી 5 દર્દીઓ સાજા થયા છે.


09:20 AM


દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે દિલ્હીમાં 24 કલાકમાં 5 નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીના કુલ કોરોના વાયરસથી સંક્રમિત કેસની સંખ્યા વધીને 35 થઈ ગઈ છે.


09:10 AM


શ્રી નગરમાં કોરોના વાયરસથી પ્રથમ મૃત્યુ. આ વ્યક્તિની ઉંમર 65 વર્ષની બતામાં આવી રહી છે. ગઈકાલે તેમની સાથે સંપર્કમાં આવેલા અન્ય ચાર લોકોને પણ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે: જે એન્ડ કે પ્રિંસિપલ સેક્રટરી


ગૌતમ બુદ્ધ નગરના ડીએમએ કહ્યું છે કે જરૂરી સામાન લઇ જાવા વાળા વાહનોને પાસની જરૂર નથી, તેમને અટકાવવામાં નહીં આવશે.


09:00 AM


ઉદ્યોગ અને આંતરિક વાણિજ્ય વિભાગે એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે જ્યાંથી આવશ્યક ખાદ્ય સામગ્રીની સપ્લાય પર નજર રાખવામાં આવશે.


08:50 AM


શ્રીનગરમાં 152 લોકોને ક્રેન્ટેઇન કરવામાં આવ્યા છે. આ લોકો વિદેશ પ્રવાસ કરી ચૂક્યા હતા. તેઓ સરકારને જણાવીયા વિના તેમના ઘરોમાં રહી રહ્યા હતા.


ગોવામાં પણ કોરોના વાયરસે દસ્તક આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્રણે લોકો સ્પેન, ઑસ્ટ્રેલિયા અને અમેરિકાનો પ્રવાસ કરી ચૂક્યા છે. રાજ્યના સીએમ પ્રમોદ સાવંતે કહ્યું હતું કે, અમે તે બધાના હાથ પર મહોર લગાવી છે, જેમને ડોકટરોએ તેમના ઘરે રોકાવાનું કહ્યું છે. જો આ માંથી કોઈ પણ વ્યક્તિ રસ્તા પર ફરતા જોવા મળે, તો તેઓને પોલીસ 14 દિવસ માટે લોકઅપ અથવા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે.


બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ગરીબો માટે 50 લાખ રૂપિયાથી વધારેનું દાન આપવાની જાહેરાત કરી છે.


કોરોનાનો સામનો કરવા માટે સરકારનું કહેવુ છે કે, સરકાર કહે છે કે એનો એક માત્ર ઉપાય ઘરે રહેવાનું છે. સાથે સામાજિક અંતર બનાવી રાખવું પડશે.