બજાર » સમાચાર » બજાર

રેલવેની ખાનગીકરણની પ્રકિયા શરૂ

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 16:27  |  સ્ત્રોત : CNBC-Bajar

દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસને UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીલીઝંડી બતાવ્યા બાદ કેન્દ્રએ 50 રેલવે સ્ટેશનો અને 150 ટ્રેનોની ખાનગીકરણની પ્રકિયા શરૂ કરી દીધી છે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે રેલવે બોર્ડ ચેરમેન વિનોદ કુમારને એક ચિઠ્ઠી લખી છે.


ચિઠ્ઠીમાં લખ્યું છે કે રેલ મંત્રાલયે પેસેંજર ટ્રેનોના સંચાલન માટે ખાનગી ટ્રેન ઓપરેટરોને લાવવાનો નિર્ણય કર્યો છે. અને પ્રથમ ભાગમાં 150 ટ્રેનોને આ અંતર્ગત લેવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. આ સિવાય ચિઠ્ઠીમાં 50 રેલવે સ્ટેશનોના ખાનગીકરણને પ્રાથમિકતા આપવાની વાત કહેવામાં આવી છે.