બજાર » સમાચાર » બજાર

RBI એ રેપો રેટ 40 બેસિસ અંક ઘટાડીને 4% કર્યા

ના રોજ પ્રકાશિત Fri, 22, 2020 પર 12:06  |  સ્ત્રોત : CNBC-Bajar

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ મૉનેટરી પૉલિસી કમિટીએ રેપો રેટમાં 0.40 ટકા એટલે કે 40 બેસિસ અંકની કપાત કરીને તેના 4 ટકા કરી દીધા છે.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે સમયથી પહેલા મૉનેટરી પૉલિસી કમિટીની બેઠક થઈ છે. આ બેઠક છેલ્લા ત્રણ દિવસોમાં થઈ છે. પહેલા આ બેઠક 3-5 જુનની વચ્ચે થવાની હતી.

આરબીઆઈ ગવર્નરે પ્રેસ કૉન્ફ્રેંસ શરૂ કરતા કહ્યુ કે અમે ભરોસો રાખવો પડશે કે ભારત આ મુશ્કેલીના સમયથી ઉભરી જશે.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ, હજુ ફક્ત ખેતી અને તેનાથી જોડાયેલા સેક્ટરથી જ ઉમ્મીદ જોવામાં આવી રહી છે. આ વર્ષ દક્ષિણ-પશ્ચિમ મૉનસૂન સામાન્ય થવાથી ઉમ્મીદની એક કિરણ જોવામાં આવી રહી છે.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ, Covid-19 સંક્રમણની સૌથી વધારે માર કંઝ્યુમર ડ્યુરેબલ્સની ડિમાન્ડ પર પડી છે. માર્ચ 2020 થી શહેરી અને ગ્રામીણ, બન્ને વિસ્તારોમાં ડિમાન્ડ ઓછી થઈ છે જેની અસર સરકારી આવક પર પણ પડી છે.