બજાર » સમાચાર » બજાર

રેસ્ટોરન્ટ જ્યાં રોબોટ પિરસે છે ભોજન

ના રોજ પ્રકાશિત Mon, 12, 2019 પર 13:29  |  સ્ત્રોત : CNBC-Bajar

જરા વિચારો તમે કોઈ રેસ્ટોરન્ટમાં જમવાનું ઓર્ડર કરો અને રોબોટ તમારું ભોજન લઈને આવે તો કેટલી મજા આવશે. જો તમે આવા ભોજનની મજા માણવા માગતા હોવ તો અમદાવાદમાં એક રેસ્ટોરન્ટ ખુલી છે જ્યાં રોબોટ ખાવાનું પીરસે છે.


તમે ઘણી રેસ્ટોરન્ટમાં ખાવાની મજા માણી હશે પરંતુ અમદાવાદની ઈન્ડિયન સ્વૈગ રેસ્ટોરન્ટમાં માત્ર ખાવાનું જ નહી પરંતુ ખાવાનું પિરસવાની રિત પણ ઘણી આશ્ચર્યજનક છે. કેમ કે રેસ્ટોરન્ટમાં વેઈટર નહીં પણ રોબોટ ખાવાનું પિરસે છે.


જો તમે અંગ્રેજી નથી જાણતા તો આ રોબોટ સાથે તમે ગુજરાતી પણ વાત કરી શકો છો.


રોબોર્ટ માત્ર ભોજન જ નથી પિરસતો પણ લોકોનું ઘણું મનોરજંન પણ કરે છે. આ જ કારણ છે કે રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની સંખ્યા પહેલાની સરખામણીએ વધી ગઈ છે.