બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 154 અંક ઘટ્યો, નિફ્ટી 11280 ની નીચે

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 09:26  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારની શરૂઆત નબળાઈની સાથે થતી દેખાય રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 38,017.58 સુધી લપસ્યા જ્યારે નિફ્ટીએ 11,269.00 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ 0.4 ટકા અને નિફ્ટીમાં 0.3 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.12 ટકાની નબળાઈ દેખાય રહ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.34 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.05 ટકા તૂટ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 154.79 અંક એટલે કે 0.41 ટકાના ઘટાડાની સાથે 38023.16 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 36 અંક એટલે કે 0.32 ટકા ઘટીને 11277.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ફાઈનાન્સ સર્વિસ, મેટલ, ફાર્મા, એફએમસીજી, આઈટી અને ઑટો શેરોમાં 1.33-0.31 ટકા વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 1.12 ટકા ઘટાડાની સાથે 28462.25 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ, ગેલ, હિંડાલ્કો અને ડો.રેડ્ડીઝ 1.14-2.89 ટકા સુધી ઘટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં ભારતી એરટેલ, ગ્રાસિમ, ભારતી ઈન્ફ્રાટેલ, રિલાયન્સ, આઈઓસી અને ઓએનજીસી 0.87-5.70 ટકા સુધી વધ્યા છે.

મિડકેપ શેરોમાં દિવાન હાઉસિંગ, ટોરેન્ટ ફાર્મા, આરબીએલ બેન્ક, શ્રીરામ ટ્રાન્સફર અને હુડકો 7.1-2.26 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં એડલવાઇઝ, આઈજીએલ, ગ્લેનમાર્ક ફાર્મા, કંસાઈ નેરોલેક અને બાયોકૉન 2.06-0.73 ટકા સુધી ઉછળા છે.

સ્મૉલકેપ શેરોમાં જીપીટી ઈન્ફ્રા, ડાયનેમેટિક ટેક, સ્ટાયલમ ઈન્ડસ્ટ્રીઝ, સ્વાન એનર્જી અને સોલાર ઈન્ડસ્ટ્રીઝ 10.81-5.09 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં કનોરિયા કેમિકલ્સ, ડોલર ઈન્ડસ્ટ્રીઝ, આશાપુરા માઇન, જયંત એગ્રો અને કિસાન મોલ્ડિંગ્સ 6.99-4.84 ટકા સુધી મજબૂત થયા છે.