બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 167 અંક તૂટ્યો, નિફ્ટી 11070 ની નીચે

ના રોજ પ્રકાશિત Tue, 13, 2019 પર 09:25  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહના પહેલા કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાનો માહોલ જોવામાં આવી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 37,411.21 સુધી લપસ્યા જ્યારે નિફ્ટીએ 11,062.85 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ 0.44 ટકા અને નિફ્ટીમાં 0.36 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.62 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.33 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.15 ટકા ઘટ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 167.10 અંક એટલે કે 0.44 ટકાના ઘટાડાની સાથે 37414.81 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 40.50 અંક એટલે કે 0.36 ટકા ઘટીને 11069.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, આઈટી, એફએમસીજી ઑટો, ફાઈનાન્સ સર્વિસ, મેટલ અને રિયલ્ટી શેરોમાં 0.13-1.39 ટકા વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 1.20 ટકા ઘટાડાની સાથે 28089.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં એનટીપીસી, ભારતી એરટેલ, બ્રિટાનિયા, એમએન્ડએમ, મારૂતિ સુઝુકી, એચડીએફસી બેન્ક, એચડીએફસી અને ઈન્ફોસિસ 2.02-4.61 ટકા સુધી ઘટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં રિલાયન્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, બીપીસીએલ, ઝિ એન્ટરટેનમેન્ટ, ગેલ, યસ બેન્ક અને ઓએનજીસી 1.18-8.06 ટકા સુધી વધ્યા છે.

મિડકેપ શેરોમાં ડિવિઝ લેબ્સ, કંટેનર કૉર્પ, ટાટા કૉમ્યુનિકેશન, નેટકો ફાર્મા અને મુથૂટ ફાઈનાન્સ 7.57-2.3 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, જીઈ ટીએન્ડડી ઈન્ડિયા, એનબીસીસી(ઈન્ડિયા), વક્રાંગી અને એચપીસીએલ 8.20-1.64 ટકા સુધી ઉછળા છે.

સ્મૉલકેપ શેરોમાં એનડીટીવી, આઈજી પેટ્રો, આઈનોક્સ લિઝર, ગ્રેફાઈટ ઈન્ડિયા અને પંજાબ કેમિકલ 8.58-6.04 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં હેથવે કેબલ, ગોડફ્રે ફિલિપ્સ, ટ્રિજન ટેક, રિલાયન્સ ઈન્ડ ઈન્ફ્રા અને ડેન નેટવર્ક્સ 15.82-7.17 ટકા સુધી મજબૂત થયા છે.