બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 227 અંક વધ્યો, નિફ્ટી 12250 ની નજીક બંધ

ના રોજ પ્રકાશિત Fri, 24, 2020 પર 15:44  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર 0.5 ટકા થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. આજે નિફ્ટી 12250 ની નજીક બંધ થયા જ્યારે સેન્સેક્સે 41613 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 12,272.15 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 41,697.03 સુધી પહોંચ્યો હતો.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં જોશ જોવાને મળ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.84 ટકા વધીને બંધ થયા છે. નિફ્ટીના મિડકેપ 50 ઈન્ડેક્સમાં 0.92 ટકાની મજબૂતી આવી છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.44 ટકા ઉછળીને બંધ થયા છે.

બેન્કિંગ, પીએસયુ બેન્ક, મેટલ, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસ અને ઑટો શેરોમાં જોરદાર ખરીદારી જોવાને મળી. બેન્ક નિફ્ટી 0.77 ટકાના વધારાની સાથે 31241 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી, ફાર્મા શેરોમાં દબાણ જોવાને મળ્યુ છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 226.79 અંક એટલે કે 0.55 ટકા વધીને 41613.19 ના સ્તર પર બંધ થયા છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 67.90 અંક એટલે કે 0.56 ટકાના વધારાની સાથે 12248.30 ના સ્તર પર બંધ થયા છે.


આજના કારોબારમાં દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, બ્રિટાનિયા, ટેક મહિન્દ્રા, એક્સિસ બેન્ક અને ટાઈટન 2.02-3.91 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં પાવર ગ્રિડ, સિપ્લા, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા મોટર્સ, બીપીસીએલ અને સન ફાર્મા 0.54-2.45 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં એયુ સ્મૉલ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, ક્વેસ કૉર્પ, બોમ્બે બર્મા અને એડ્યુરન્સ ટેક્નો 12.33-5.61 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં પીએનબી હાઉસિંગ ફાઈાનાન્સ, એડલવાઈઝ, પ્રેસ્ટીજ એસ્ટેટ, ફોનિક્સ મિલ્સ અને આરબીએલ બેન્ક 11.36-2.86 ટકા સુધી લપસીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં જીપી પેટ્રોલિયમ્સ, જીએમએમ પફદુલર, રેમ્કો સિસ્ટમ, શાલિમાર પેંટ્સ અને ઈન્ડોસ્ટાર કેપિટલ 19.96-8.69 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ઝેનસાર ટેક, કોકુયો કેમલિન, ધામપુર શુગર, હિંદ કોમપોસાઇટ્સ અને પ્રેસ્ટીજ એસ્ટેટ 12.09-5.12 ટકા સુધી તૂટીને બંધ થયા છે.